પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ની કાર્યપદ્ધતિમાં સુધારો લાવવાના હેતુથી પોલીસ સ્ટેશને આવતા મુલાકાતીઓ તેમજ ફરિયાદીઓ સાથે કેવો વ્યવહાર થયો તેના પ્રતિભાવ જાણવા ફીડબેક મશીન મુકયા છે. આ મશીન વડે નાગરિકો પોતાની સાથે કેવો વ્યવહાર થયો તે જણાવશે. ઉત્તમ, સારો કે નબળો જેવા બટનમાંથી કોઈ એક બટન દબાવાનું રહેશે, જેની નોંધી સીધી પોલીસ હેડક્વાર્ટરમાં થશે અને પોલીસવડા દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને ભુજ SP સૌંરભ તૌલંબિયા દ્વારા આ પ્રોજેકટનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
પારદર્શકતા લાવવાના હેતુથી આ મશીન પોલીસ મથકના CCTV કેમેરાની નજર હેઠળ જ રખાશે. તેમજ આ મશીનમાં નામ કે, મોબાઈલ નંબર આપવાના ન હોવાથી પ્રતિભાવકની ગુપ્તતા આપો-આપ જળવાઈ રહેશે, તેમજ તેનો ડેટા પણ સીધે-સીધો પોલીસ હેડક્વાર્ટર પહોંચતો હોવાથી લોકોને કોઈ રીતે ભયભીત થવાની જરૂર નથી, તેવી ખાતરી પોલીસ અધિકારીઓએ આપી છે.
આ પ્રોજેકટને અમલી બનાવવા માટે આજી સુભાષ ત્રિવેદીએ ભૂજ એસપી સૌરભ તોલંબીયાને શુભેચ્છા આપતા જણાવ્યુ ંહતું કે, ટેકનોલોજી તંત્રને મજબુત અને જવાબદાર બનાવે છે. SP તોલંબીયાએ નાગિરકોને પોતાના મત રજૂ કરવા અપીલ કરી હતી.
આ પ્રોજેકટ સાથે સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ભુજમાં વેપારી સાથે થયેલી રોકડા રૂપિયા 8.50 લાખની લુંટનો ભેદ ઉકેલવા માટે ભુજ લોહાણા સમાજના કિરણભાઈ ગણાત્રા સહિતના અગ્રણીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનુ ંસન્માન કર્યું હતું.