અમદાવાદઃ 2019ના અત્યંત વિવાદાસ્પદ નિત્યાનંદ કેસમાં (Nityananda Ashram controversy) બે ગુમ થયેલી યુવતીઓ લોપામુદ્રા અને નંદિતાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court)હેબિયસ કોપર્સ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે તેની દીકરીઓને બળજબરીથી ગોંધી રાખવામાં આવી છે. તેનું અપહરણ કરવામાં આવ્યું છે.
દબાણ અનુભવી રહી હોય એવું લાગી રહ્યું છે
આ કેસમાં અરજદારના વકીલ પ્રિતેશ શાહે જણાવ્યું કે, બંને યુવતીઓએ વિદેશમાં આવેલ ભારતીય દુતાવાસમાંથી(Embassy of India) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાઇકોર્ટ સમક્ષ હાજર થવા માટે ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં બંને યુવતીઓ યુનાઇટેડ નેશનમાં આવેલા ભારતીય હાઈ કમિશન સમક્ષ હાજર થશે અન્ય કોઈ ભારતીય દૂતાવાસમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર નહીં એવું જણાવવાવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ બધું જ નિત્યાનંદના દબાણ અને ફન્ડિંગથી દીકરીઓને ગુમરાહ કરાઈ રહી હોવાની ભીતિ પણ વકીલે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ બંને યુવતીઓ અનસેફ છે, અને કોઈનું દબાણ અનુભવી રહી હોય એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ નિત્યાનંદ કેસ : હાઈકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોલ મારફતે સાંભળી શકે છે
કોર્ટે આ સમગ્ર મામલે ટકોર કરી
હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગતા પૂછ્યું કે ,ભારતીય એમ્બેસી આ યુવતીઓને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે શું કરી રહી છે. કોર્ટે આ સમગ્ર મામલે ટકોર કરતા કહ્યું કે ,બંને યુવતીઓ કોઈ લીગલ તત્વો કે એના હુકમનો સહારો કે કોઈના તાબામાં આવીને અમેરિકન વિઝા મેળવવા માટેના પ્રયાસ તો નથી કરી રહ્યાંને તેનો ખુલાસો પણ કોર્ટે માંગ્યો હતો.
આ બંને યુવતીઓના અવારનવાર વિડીયો સામે આવતા
નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં સગીર યુવતીઓને ગોંધી રાખવાનો આરોપ અને ખોટી રીતે ગોંધી રાખવા ઇજા પહોંચાડવા અને ધાકધમકી આપવાના આરોપસર નિત્યાનંદ આશ્રમનો સમગ્ર મામલો ચાલ્યો હતો. જોકે આ કેસના વિવાદનો મુખ્ય વ્યક્તિ સ્વ શૈલીના ભગવાન નિત્યાનંદ કથિત રીતે પાસપોર્ટ વિના દેશ છોડીને ફરાર થઇ ગયો છે.
આ પણ વાંચોઃ નિત્યનંદિતા અને લોપામુદ્રાની તેમના વકીલોના વકીલાતનામાં સહીં ન હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય - હાઈકોર્ટ