અમદાવાદ : રાજ્યમાં લોકડાઉનનો સમય મર્યાદા પૂર્ણ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. અમદાવાદ શહેરમાં લોકો સોસાયટી અને ફ્લેટના ધાબા પર ભેગાં થતાં હોય છે પણ પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવાથી દિવસ દરમિયાન કોઈ ધાબા પર એકઠા થતાં નથી. જ્યારે હવે દિવસને બદલે સાંજે અને રાત્રે લોકો ધાબા પર અથવા તો સોસાયટીના કોમન પ્લોટમાં ભેગાં થાય છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદના નિકોલ પોલિસ દ્વારા હવે નાઈટ વિઝન કેમેરા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં નાઈટ કેમેરા ડ્રોનથી સર્વેલન્સ, નિકોલ-શાહપુરમાં કડક સર્વેલન્સ કરાયું - ઈટીવી ભારત
રાજ્યના હોટસ્પોટ શહેર જેવા કે અમદાવાદ, સૂરત, રાજકોટ અને બરોડામાં લૉક ડાઉન યથાવત રહે તેવી ક્યતાઓ દર્શાવામાં આવી રહી છે ત્યારે હવે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પોલીસને વધુમાં વધુ કડક લૉક ડાઉનનો અમલ કરવાની સૂચના આપી છે. અમદાવાદમાં રાત્રિના સમયે લોકો ભેગા ન થાય તે માટે હવે નાઈટ વિઝન કેમેરા થકી ડ્રોનની મદદથી સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં નાઈટ કેમેરા ડ્રોનથી સર્વેલન્સ, નિકોલ-શાહપુરમાં કડક સર્વેલન્સ કરાયું