અમદાવાદ : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં દારૂ (Ahmedabad Alcohol Case) ભરેલી ગાડી લઈને ભાગી રહેલા બુટલેગરોને ઝડપી લેવા પોલીસ આરોપીઓનો પીછો કરતી હતી. જોકે મહા મહેનત બાદ પોલીસે બે બુટલેગરોને ઝડપી 6 લાખનો (Ahmedabad Police Seized Liquor) મુદ્દામાલ જપ્ત કર્યો.
624 નંગ વિદેશી દારૂ કબજે
નિકોલ પોલીસની કસ્ટડીમાં રહેલા બે બુટલેગરોના નામ ગૌરાંગ પંચાલ અને જીતેન્દ્ર જાટ છે. બુટલેગરો રાજસ્થાનથી દારૂ લઈને અમદાવાદ આવતા હતા, અને નિકોલ વિસ્તારમાં એક બુટલેગરને દારૂ પહોંચાડતા હોવાની બાતમી (Nicole Police Arrested Alcohol Bootleggers) પોલીસને મળી હતી. જેથી પોલીસે નાકા પોઇન્ટ ગોઠવી આરોપીને ઝડપી લીધા હતા. જેમાંથી 624 નંગ વિદેશી દારૂ અને ઈનોવા કાર કબજે કરી છે.
આ પણ વાંચોઃ લો બોલો...! કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં નકલી વ્યંઢળો નાણાં ઉઘરાવતા ઝડપાયા
નિકોલના અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે
પોલીસને દારૂ અંગેની બાતમી મળતા પહેલા પોલીસે નાકા પોઇન્ટ ગોઠવી દીધા હતા. બાદમાં આરોપી ભાગી જવાની કોશિશ કરતા પોલીસે ટ્રાફિક જામ કર્યો અને દારૂ ભરેલી ગાડી રોકાયા બાદ બુટલેગરો ગાડી છોડી ભાગે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યા હતા .જોકે રાજસ્થાન (Distributor of Liquor from Rajasthan to Ahmedabad) અને નિકોલના અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અજીબો ગરીબ હરકત..! બોરસદના દાવોલ ગામમાં મહિલાએ મંદિરમાં છાંટ્યો દારૂ