Etv ભારત સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તારીખ 3 ઓગષ્ટ 2019થી 17 ઓગસ્ટ 2019 સુધી દેશભરમાં વરસાદ માજા મુકશે. તારીખ 3 ઓગસ્ટ સૂર્યનો આશ્લેશા નક્ષત્રમાં પ્રવેશ અને વાહન દેડકો હોવાથી ચારુ રાશિનો યોગ બનતો હોવાથી ચારુ રાશિ એટલે સ્ત્રી રાશિ. સ્ત્રી રાશિમાં કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ આવે છે. જ્યારે સ્ત્રી રાશિમાં ચાર ગ્રહો સૂર્ય, મંગલ, બુધ અને શુક્ર જેવા ચાર ગ્રહો આકાશમાં ગોચર ભ્રમણ કરતા હોય ત્યારે દેશમાં વરસાદ મન મુકીને વરસસે જ.
જ્યારે-જ્યારે સૂર્ય મંગલ સાથે ચાલતા હોય ત્યારે-ત્યારે વન પ્રદેશ અને સમુદ્ર પ્રદેશમાં વરસાદ માજા મૂકે છે. જે હાલ પણ દેશની જનતા જોઇ રહી છે. દેશમાં મુંગા પ્રાણીઓનું રુદન અને મૂંગા પ્રાણીઓનું કતલખાને કતલ થાય ત્યારે જ કુદરત રૂઠે છે. આ અબોલા પ્રાણીઓની ભાષા માત્ર કુદરત જ સમજે છે. કુદરત બેલેન્સ કરે કદી ભૂલ ન કરે. મૂંગા પ્રાણીઓનું રુદન અને તે વૃક્ષોનું નિકંદન થાય ત્યારે જ કુદરત રૂઠે છે. સૂર્ય, મંગલ, બુધ અને શુક્ર 3 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં ગોચર ભ્રમણ કરતાં હોવાથી દેશભરમાં વરસાદ માજા મુકશે મુકશે અને મુકશે જ.