ETV Bharat / state

Rath Yatra 2023: 145 વર્ષ પછી ભગવાન નવા રથ પર નીકળશે નગરચર્યાએ, પ્રભુની સવારી તૈયાર - Jagannath Rath Yatra 2023 Ahmedabad

અમદાવાદ શહેરમાં આ વર્ષે યોજાનારી રથયાત્રા સૌથી વિશેષ હશે. કારણ કે, 145 વર્ષ પછી ભગવાન જગન્નાથજી નવા રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. તેમના આ નવા રથ માટે સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Rath Yatra 2023: 145 વર્ષ પછી ભગવાન નવા રથ પર નીકળશે નગરચર્યાએ, સાગ-સીસમના લાકડાથી બનાવાયા નવા રથ

author img

By

Published : Mar 23, 2023, 5:31 PM IST

3 ટનના વજનનો એક રથ

અમદાવાદઃ દર વર્ષે અષાઢી બિજના દિવસે શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળી લોકોને સામે ચાલીને દર્શન આપતા હોય છે. ત્યારે હવે આ વખતની રથયાત્રા વિશેષ રહેશે. કારણ કે, આ વખતે રથયાત્રા માટે નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ રથ માટે વલસાડી સાગ અને સીસમના લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, આ રથનું કામ 85 ટકા પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. આ રથમાં 400 ઘનફૂટ સાગ અને 150 ઘનફૂટ સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ
સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ

આ પણ વાંચોઃ Somnath Trust: ચૈત્ર સુદ એકમના દિવસે દામોદરે પકડી હતી સ્વધામની વાટ, સોમનાથ ટ્રસ્ટે કરી ધાર્મિક ઉજવણી

બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાઃ શહેરમાંથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિભક્તો જોડાતા હોય છે. હાથી ટ્રક, અલગ અલગ સર્કસ અખડાવાળા પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. 145 વર્ષ બાદ નવા રથ બિરાજમાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના આવકાર ભક્તો પણ તૈયાર છે.

આ વખતે નવા રથનું નિર્માણ
આ વખતે નવા રથનું નિર્માણ

3 ટનના વજનનો એક રથઃ રથ બનાવનાર પ્રવિણભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીના નવા રથ બનાવવા 400 ઘનફૂટ જેટલું સાગ અને 150 ઘનફૂટ સીસમના લાકડાનો ઉપયોગ લેવામાં આવ્યો છે. આમાંથી 400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા અને 150 ઘનફુટ લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા ઉપયોગ કરાયો છે. આ એક રથનું વજન અંદાજિત 3 ટન જેટલું છે.

બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા
બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા

જૂના રથની ડિઝાઈનમાં નજીવો ફેરફારઃ ભગવાન જગન્નાથજીના જૂના જે રથને ઐતિહાસિક રથ ગણવામાં આવે છે. તેની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ત્રણેય રથ એક સરખાં જોવા મળી આવે છે, જેમાં ભગવાન જગન્નાથજીના રથની બેઠક બહાર એક સ્ત્રી ફૂલના હાર સાથે, જ્યારે બહેન સુભદ્રાજીના રથની બેઠકની બહાર સ્ત્રી કળશ સાથે અને અને ભાઈ બલરામજીના રથ બહાર સ્ત્રી ફૂલનો ગુલદસ્તો લઈને ઊભી હોય તેવું જોવા મળી આવશે, જે આ ત્રણેય રથને અલગ બનાવે છે.

આ પણ વાંચોઃ Somnath Temple: સોમનાથ મંદિરમાં હવે પ્રાકૃતિક ગેસ પર બનાવાશે ભોજન અને પ્રસાદ, ટ્રસ્ટની સાથે ભક્તોને પણ ફાયદો

125 વર્ષ સુધી ચાલે તેવા રથઃ ભગવાન જગન્નાથજીના રથ અમદાવાદ શહેરની નગરચર્યાએ નીકળે છે. ત્યારે ખૂબ જ સાંકળી ગલિયોમાંથી પણ પસાર થતા હોય છે, જેના કારણે નવા રથને પણ પહોળાઈમાં કે લંબાઈમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ ઊંચાઈમાં અડધો ફૂટ વધારો કરાયો છે. બીજી તરફ ભગવાન જગન્નાથજીના જૂના રથ ફોલ્ડીંગ હતા, જેથી તેને અલગ કરી શકાતા હતા, પરંતુ નવા રથ એક જ લાકડાંમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેથી વધુ ટકાઉ રથ છે. આ રથ અંદાજિત 100થી 125 વર્ષ સુધી સરળતા ચાલે તેવા રથ તૈયાર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.