અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની સંયુક્ત ઉપક્રમે મંગળવારે ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ કરનારને જ એડમિશન આપવાનો નિર્ણય અંગે બેઠક યોજાઇ હતી. જેમાં 1 જૂન 2023 સુધીના 6 વર્ષ પૂર્ણ કરનાર અને 1 ઓગસ્ટ 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ કરનાને બાળકોની સંખ્યાને આધારે ધોરણ 1માં પ્રવેશ માટે મહત્તમ વહી મર્યાદા વધારવા કે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવશે. જોકે હાલ ગુજરાતમાં 1 જૂન રોજ 5 વર્ષ પૂર્ણ કરનારને ધોરણ 1માં પ્રવેશ મળે છે. હકીકતમાં વર્ષ 2009માં RTE એક્ટમાં 6 વર્ષે ધોરણ 1 માટેની પ્રવેશની જોગવાઈ હતી.
વાલી અને શાળા વચ્ચે ગેરસમજ ઊભી થશે શાળા મંડળના પ્રમુખ કમલ રાવલે જણાવ્યું હતું કે, સરકારે આવા નિર્ણય કેમ લેવા પડી રહ્યા છે. જે નિર્ણયનો કોઈ તથ્ય નથી. 5 વર્ષનું બાળક હોય કે 6 વર્ષનું તમે વાલી વચ્ચે એક વર્ષ માટે એવી પરિસ્થિતિ ઊભી કરો છો કે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બધાના બાળકો અત્યારે ભણી રહ્યા છે. 99 ટકા એવો પ્રશ્ન સરકારને કાયદા પ્રમાણે ખબર નથી. 1 વર્ષની મર્યાદા વધારવામાં આવી છે એનું કારણ શું છે અને તેનાથી લાભ શું થશે. પરંતુ સરકારનો આ નિર્ણય અમારા માટે યોગ્ય નથી. કારણ કે સરકારના આ નિર્ણયથી શાળા અને વાલી વચ્ચે ગેરસમજ ઊભી થશે.
આ પણ વાંચો ધોરણ 1ની નવી શિક્ષણ નીતિને લઈને વાલી એસોસિએશને કહ્યું કોર્ટમાં કેસ દાખલ કરી વળતરની માગણી કરે
ફરી વખત સિનિયર KG કરાવવું પડશે વાલી વિશાલ રાવલે જણાવ્યું હતું કે, સરકારના નવા નિયમ પ્રમાણે બાળક 5 વર્ષે ઉંમરે જ પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવશે. તો અત્યારે જે ચાર વર્ષનું બાળક સિનિયર KGમાં અભ્યાસ કરતું હશે. તો તે બાળકનું એક વર્ષ ચોક્કસ બગડશે અને વર્ષ ન બગડે તે માટે અમે ફરી એકવાર તેને સિનિયર KG કરાવું પડશે. પરંતુ આવી મોંઘવારીમાં ફરીથી ફી ભરવી પડે તેવી પરિસ્થિતિ પણ ઉપયોગ થઈ શકે છે. જેના કારણે હાલમાં જે જ નિયમ લાગુ છે તે જ નિયમ લાગુ રહેવો જોઈએ.
આ પણ વાંચો સરકારના શૈક્ષણિક પરિપત્રને લઈને બાળકોના ભવિષ્ય માટે વાલીઓ મુંઝવણમાં, કચેરીએ નાખ્યા ધામા
ત્રણ વર્ષ પહેલાં નિર્ણય લેવાયો હતો ગુજરાત સરકારે 2013થી વય મર્યાદા 5 જ રાખી હતી. છેવટે CBSC સહિત દેશમાં 6 વર્ષે ધોરણ 1માં એડમિશનને કારણે સમાનતાના સિદ્ધાંત ન જળવાતા 3 વર્ષ અગાઉ તાત્કાલિક શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષ 2023થી 5ને બદલે 6 વર્ષના નિયમ અમલ કરવાની જાહેરાત કરવી પડી હતી. જેથી છેલ્લા 3 વર્ષથી માતા-પિતાએ પોતાના પુત્રને 3, 4કે 5 વર્ષ નર્સરી, કિન્ડર ગાર્ડનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવી રહ્યા છે. જેથી આ સ્થિતિમાં ખૂબ જ મુશ્કેલીઓ સર્જાઈ રહી હતી.