અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ અમદાવાદ (IIMA) એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થા 1 માર્ચ 2023થી અમલમાં આવતા 5 વર્ષના સમયગાળા માટે પ્રોફેસર ભરત ભાસ્કરની IIMAના ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. પ્રોફેસર ભાસ્કર હાલમાં IIM લખનઉમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સિસ્ટમ્સના પ્રોફેસરનો હોદ્દો ધરાવે છે અને 1 માર્ચ, 2023થી આ પદ સંભાળશે. વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે બોર્ડ ઓફ ગવર્નર્સ પહેલી ફેબ્રુઆરી, 2023થી 28 ફેબ્રુઆરી, 2023ના સમયગાળા માટે પ્રોફેસર અરિંદમ બેનર્જીને ડિરેક્ટર ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં 4 નવા ટ્ર્સ્ટીની થઈ નિમણૂક, કુલપતિએ આપી ગાંધીવાદીની વ્યાખ્યા
નવા ડિરેક્ટરનું સ્વાગત છેઃ પંકજ પટેલઃ પંકજ આર. પટેલ, ચેરપર્સન, IIM A બોર્ડ ઑફ ગવર્નર્સે જણાવ્યું હતું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ અમદાવાદ (આઇઆઇએમએ) એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ તરીકે તેના સમૃદ્ધ વારસા માટે પ્રખ્યાત છે. સંસ્થા, જે પ્રોફેસર એરોલ ડિસોઝા સહિત શરૂઆતથી જ તેના તમામ ડિરેક્ટર્સના નેતૃત્વ અને સુંદર વહિવટ દ્વારા આકાર પામી છે. તેમના કાર્યકાળ દરમિયાન સંસ્થા અને તેના લોકો માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ હું તેમનો આભાર માનું છું. હું પ્રોફેસર ભરત ભાસ્કરને IIMAના નવા ડિરેક્ટર તરીકે અભિનંદન અને સ્વાગત કરું છું. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કામ કરવાનો અનુભવ ધરાવતા એક સફળ લીડર અને ટેક્નોલોજીના પ્રોફેસર તરીકે મને વિશ્વાસ છે કે, તેઓ વારસાને આગળ વધારશે અને સંસ્થાને આજના ડિજિટલ, વૈશ્વિકીકરણની દુનિયામાં નવી ક્ષિતિજો તરફ દોરી જશે.
13 ઉમેદવાર શોર્ટલિસ્ટ થયા હતાઃ IIMA બોર્ડ ઑફ ગવર્નર્સે ડિરેક્ટરના પદ માટે પસંદગીની સખત, વ્યાપક અને સહયોગી પ્રક્રિયાને અનુસરી હતી. પ્રથમ પગલાં તરીકે IIMA બોર્ડ ઑફ ગવર્નર્સ દ્વારા એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, જેણે પદ માટે 13 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. તમામ IIMA ફેકલ્ટી સભ્યો કે, જેમણે હોદ્દા માટે અરજી કરી હતી. તેઓની સાથે બહારના અરજદારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. પસંદગી સમિતિએ IIMA ફેકલ્ટી સભ્યો અને અન્ય સંબંધિત હિતધારકો સાથે વિગતવાર પરામર્શ કર્યો હતો અને ઇન્ટરવ્યૂનો અંતિમ રાઉન્ડ હાથ ધર્યો હતો. સર્ચ એન્ડ સીલેકશન સમિતિની ભલામણોના આધારે, બોર્ડ ઓફ ગવર્નર્સે આજે આઈઆઈએમએ કેમ્પસમાં આયોજિત મીટિંગ દરમિયાન, સંસ્થાના આગામી ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત ભાસ્કરની નિમણૂંકની જાહેરાત કરી હતી.
પ્રોફેસર ભરત ભાસ્કર અનુભવી લીડર છેઃ પ્રોફેસર ભાસ્કર ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઉદ્યોગ, સંશોધન, અધ્યાપન અને કન્સલ્ટિંગમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અનુભવી લીડર છે. તાજેતરમાં તેઓ માર્ચ 2017થી માર્ચ 2022 સુધી IIM રાયપુરના ડિરેક્ટર તરીકે 5 વર્ષની મુદત સુધી સેવા આપી છે. IIM રાયપુરમાં જોડાતા પહેલાં તેઓ 2 દાયકાથી વધુ સમયથી IIM લખનઉ સાથે સંકળાયેલા હતા અને કાર્યકારી ડિરેક્ટર તરીકે વિવિધ પદો પર સેવા આપી હતી. જુલાઈ અને નવેમ્બર 2015 દરમિયાન 5 મહિનાના સમયગાળા માટે IIM લખનઉમાં તેમણે વર્ષ 2003થી 2005 દરમિયાન IIM સિરમૌરમાં ડિન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ તરીકે પણ સેવા આપી છે.
વિશ્વની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે રહ્યા છેઃ તેઓ ESSEC બિઝનેસ સ્કૂલ, પેરિસ, ફ્રાન્સ અને યુનિવર્સિટી ઑફ ટેક્સાસ, ડલ્લાસ, USAમાં વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ ચુંગ-આંગ યુનિવર્સિટી, સિઓલ, કોરિયામાં પ્રતિષ્ઠિત પ્રોફેસર હતા. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, રિવરસાઇડ, USAમાં સંશોધન પ્રોફેસર હતા અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, યુનિવર્સિટીમાં એડજન્ટ ફેકલ્ટી હતા. પ્રોફેસર ભાસ્કર તેમના શૈક્ષણિક કાર્યકાળ ઉપરાંત સમૃદ્ધ ઉદ્યોગ અનુભવ લાવે છે. તેમણે ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર સહિત વૈશ્વિક સ્તરે અનેક સંસ્થાઓ સાથે વરિષ્ઠ હોદ્દા પર કામ કર્યું છે.
USAમાંથી PhD કર્યું છેઃ NASA, SYBASE Inc, MDL ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં કાર્ય કરવાનો અનુભવ છે. તેમના રસના ક્ષેત્રોમાં આઈટી સ્ટ્રેટર્જી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇલેક્ટ્રોનિક કોમર્સ, બિઝનેસ પ્રોસેસ રિએન્જિનિયરિંગ, બિઝનેસ એનાલિટિક્સ, ઑપ્ટિમાઇઝેશન અને ડેટા એનાલિસિસનો સમાવેશ થાય છે. એ બી.ટેક. IIT રૂરકીમાંથી સ્નાતક, પ્રોફેસર ભાસ્કરે એમ.એસ. અને પીએચ.ડી. વર્જિનિયા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટેટ યુનિવર્સિટી, યુએસએમાંથી કર્યું છે.
IIM અમદાવાદ અંગે મહત્વની વાતઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એક અગ્રણી, વૈશ્વિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, જે મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. તેના અસ્તિત્વના 60 વર્ષોમાં તે તેના વિશિષ્ટ શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન, ભાવિ લીડરને તૈયાર કરવા, સહાયક ઉદ્યોગ, સરકાર, સામાજિક સાહસ અને સમાજ પર પ્રગતિશીલ અસર બનાવવા દ્વારા શિષ્યવૃત્તિ, અભ્યાસ અને નીતિમાં તેના અનુકરણીય યોગદાન આપીને તૈયાર કરાય છે.
IIM અમદાવાદનું 80 આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે નેટવર્કઃ IIMAની સ્થાપના વર્ષ 1961માં સરકાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય એકેડેમિયા દ્વારા નવીન પહેલ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી તે તેના વૈશ્વિક પગલાને મજબૂત કરી રહી છે, અને આજે તે 80થી વધુ ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને દુબઈમાં હાજરી સાથેનું નેટવર્ક ધરાવે છે. તેના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો અને લગભગ 40,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી હોદ્દા પર છે, તે પણ તેની વૈશ્વિક ઓળખમાં ફાળો આપે છે.