અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે 107 હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડ ક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ 2001માં કરાવેલું છે.
-
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અમદાવાદમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે. આગામી સમયમાં સાયન્સ સિટીમાં હજી નવા ઈનોવેટિવ આકર્ષણો જોડવાનું સરકારનું આયોજન છે. તે સંદર્ભે સાયન્સ સિટીની મુલાકાત લઈને આ આયોજનો અંતર્ગત થઈ રહેલ કામગીરીની… pic.twitter.com/DCnXG4Vfzz
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અમદાવાદમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે. આગામી સમયમાં સાયન્સ સિટીમાં હજી નવા ઈનોવેટિવ આકર્ષણો જોડવાનું સરકારનું આયોજન છે. તે સંદર્ભે સાયન્સ સિટીની મુલાકાત લઈને આ આયોજનો અંતર્ગત થઈ રહેલ કામગીરીની… pic.twitter.com/DCnXG4Vfzz
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 1, 2023માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અમદાવાદમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે. આગામી સમયમાં સાયન્સ સિટીમાં હજી નવા ઈનોવેટિવ આકર્ષણો જોડવાનું સરકારનું આયોજન છે. તે સંદર્ભે સાયન્સ સિટીની મુલાકાત લઈને આ આયોજનો અંતર્ગત થઈ રહેલ કામગીરીની… pic.twitter.com/DCnXG4Vfzz
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 1, 2023
નવા આકર્ષણો ઉમેરાશે: આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે. સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે. આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.
સાયન્સ સિટીમાં ઊભા કરાશે:
- હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી
- એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરી
- બાયોડાઇવર્સિટી પાર્ક
750 કરોડના ખર્ચે આયોજન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં બીજા ફેઇઝનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2021 માં ઉદઘાટન કર્યા બાદ હવે આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ રૂ. 750 કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.