- AMC દ્વારા 2 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન
- હવે અમદાવાદમાં 40 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર રહ્યા
- કન્ટેન્ટમેન્ટમાંથી 6 વિસ્તારને મુક્ત કર્યા
અમદાવાદ: વટવા અને ઠક્કરબાપા નગરના બે વિસ્તારનો માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં ઉમેરો કરવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં 40 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર રહ્યાં છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા કર્યા બાદ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સમીક્ષા કરી બોડકદેવમાં વિવાદનું કેન્દ્ર બનેલા સેટેલાઈટ સેન્ટર સહિત 6 વિસ્તારને મુક્ત કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સેટેલાઈટ સેન્ટરના રહીશોએ કન્ટેન્ટમેન્ટ સામે વિરોધ દર્શાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.
આ નવા વિસ્તારોનો કન્ટેન્ટમેન્ટમાં સમાવેશ થયો
આસોપાલવ સોસા, વટવા
રાજવીર સોસાયટી, ઠક્કરબાપાનગર
આ વિસ્તાર કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત
પર્ણકુંજ સોસા., અસારવા
વિષ્ણુંકુંજ સોસા, શાહીબાગ
શુકન સીટી, રાણીપ
કેશવકુંજ, સાબરમતી
સ્થાપત્ય રેસિડન્સી, થલતેજ
સેટેલાઇટ સેન્ટર, બોડકદેવ