ETV Bharat / state

Ahmedabad Crime: નિકોલમાં ભાડાની લેતીદેતી બાબતે ભત્રીજાએ કાકા પર તલવારથી કર્યો હુમલો

અમદાવાદના નિકોલ ગામ ગેટ પાસે હત્યાનો બનાવ બન્યો છે. ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. કે. ડી. જાટ કે જેઓ નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમના જણાવ્યા અનુસાર ભાડાની લેતીદેતી બાબતે તેના ભત્રીજાએ તેમની હત્યા કરી હોવાનું મનાય છે. પોલીસે હાલ તમામ તપાસ કરી રહી છે.

અમદાવાદના નિકોલમાં ભાડાની લેતીદેતી બાબતે ભત્રીજાએ કાકા પર તલવારથી કર્યો હુમલો

author img

By

Published : Aug 19, 2023, 1:07 PM IST

અમદાવાદના નિકોલમાં ભાડાની લેતીદેતી બાબતે ભત્રીજાએ કાકા પર તલવારથી કર્યો હુમલો

અમદાવાદ: અમદાવાદના નિકોલ ગેટ પાસે હત્યાનો બનાવ બન્યો છે. 61 વર્ષીય વજેસિંહ ભલાજી ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરાઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. કયા કારણોસર હત્યાનો બનાવ બન્યો છે પોલીસે તે અંગે તપાસ શરૂ કરી છે. જો કે પરિવારનો આક્ષેપ છે કે મિલકતના ઝઘડામાં હત્યા થઈ હોવાનું મનાય છે. વજેસિંહના ભત્રીજાએ તલવારથી હુમલો કરીને હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે.

'આજે સવારે 9.30 વાગ્યાની આજુબાજુ વજેસિંહ ભલાજી ઠાકોર પર તેમના ભત્રીજા નરેન્દ્ર કેશાજી ચૌહાણે છરી વડે હુમલો કર્યો હતો. તેમની બોડીને તેમના ઘરે નાખી આવ્યા હતા. તેમના પરિવારના લોકો વજેસિંહને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ફરજ પરના હાજર ડૉકટરો તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.' -કે. ડી. જાટ, પીઆઈ, નિકોલ પોલીસ સ્ટેશન

સાચી માહિતી બહાર આવશે: કે. ડી. જાટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉમેર્યું હતું કે ખૂનનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક કારણ જોઈએ તો તેમના ઘરની આગળ ખુલ્લી જગ્યા હતી. તે ચાર ભાઈના ભાગમાં છે. તેમાં ભાડા બાબતે તકરાર ચાલતી હતી. આરોપીને પકડીને વધુ તપાસ કરીશું તો સાચી માહિતી બહાર આવશે. ત્યારે અમદાવાદ શહેરમાં હત્યાનો કેસ વધી રહ્યા છે.

અમદાવાદનો એવો જ હત્યા કેસ: જૂના ઝઘડાની અદાવતમાં એક યુવકને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. એલ ડિવિઝન પોલીસે આ હત્યારાને ઝડપી લેવામાં સફળતા મળી છે. માધવપુરા વિસ્તારમાં રહેતા કુણાલ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના એવી છે કે 3 મહિના અગાઉ ફરિયાદીની પત્નિ ભાવનાબેનને ઠાકોરવાસમાં રહેતા દશરથ ઉર્ફે કાળુ ડાભી ઠાકોર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ચાર યુવકોએ કૃણાલ ઠાકોરની કરપીણ હત્યા કરી હતી.

  1. Ahmedabad Crime News : માધવપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરનારાઓને પોલીસે ઝડપી લીધા
  2. Ahmedabad Crime News : બાપુનગરમાં ગુનેગારો બાપુ બનવાના કરી રહ્યા છે પ્રયત્નો, વાહનો સળગાવી અનેક લોકોને આપી ધમકીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.