અમદાવાદ: NCP નેતા રેશમા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે સગાઈ (NCP leader Reshma Patel engaged) કરી લીધી છે. આ અંગે તેમને ફેસબુક પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. જેમાં તેમણે રિંગ સેરેમનીના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. તો બીજી તરફ રેશમા પટેલ ગોંડલ અથવા માણાવદર (NCP leader sitting in Manavadar) બેઠક પરથી ચૂંટણી લડી શકે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
-
I proudly decided to changed my last name 😍 #ReshmaPatel #SOJITRA
— Reshma Patel (@reshmapatel__) October 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
He's just the best person I have ever met in my whole life." @chintansojitra_
🥰with lots of happiness & Lovehttps://t.co/moy0MRQXKZ pic.twitter.com/9PP27eBJLX
">I proudly decided to changed my last name 😍 #ReshmaPatel #SOJITRA
— Reshma Patel (@reshmapatel__) October 26, 2022
He's just the best person I have ever met in my whole life." @chintansojitra_
🥰with lots of happiness & Lovehttps://t.co/moy0MRQXKZ pic.twitter.com/9PP27eBJLXI proudly decided to changed my last name 😍 #ReshmaPatel #SOJITRA
— Reshma Patel (@reshmapatel__) October 26, 2022
He's just the best person I have ever met in my whole life." @chintansojitra_
🥰with lots of happiness & Lovehttps://t.co/moy0MRQXKZ pic.twitter.com/9PP27eBJLX
કોણ છે રેશમા પટેલ: ઉલ્લેખનીય છે કે, રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવાલે વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. તેઓ 2015ના પાટીદાર (reshma patel husband name) અનામત આંદોલન બાદ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. રેશના પટેલે એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. આ પછી 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમજ અત્યારે તેઓ NCPમાં છે. (reshma patel history)
માણાવદરની વિધાનસભા: પાટીદાર આંદોલનથી રેશમા પટેલ નામ ચર્ચામાં આવ્યું હતું. હાર્દિક પટેલ સાથે સ્ટેજ પરથી ધારદાર ભાષણથી જોવા મળેલા રેશમા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો. ત્યારબાદ અપક્ષમાંથી વર્ષ 2019 લોકસભા માટે તેમણે પોરબંદર (reshma patel wedding gondal) બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. જોકે, ત્યારે પછી NCPમાં જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. ત્યારે હાલ રેશમા પટેલ ગોંડલ અથવા માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. (reshma patel wedding)