અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ(Sabarmati Central Jail) ખાતે તિનકા તિનકા એવોર્ડ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની અલગ અલગ જેલોમાં બંધ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજ વસ્તુઓ અથવા તો કળા કૃતિઓ બાબતે તેઓને એવોર્ડ (National level award) આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આઠમી વાર એવોર્ડ કાર્યક્રમ તિનકા તિનકા બંદીની એવોર્ડ 2015થી શરૂ કરવામાં આવ્યો છે. અને આજે આઠમી વાર એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. કેદીઓના જીવનમાં સુધારા આવે અને તેઓ પોતાની અંદર રહેલી કળા થકી સારા જીવન તરફ આગળ વધે તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. તિનકા તિનકા ફાઉન્ડેશન(Tinka Tinka Foundation) દ્વારા રેડિયો ઇન જેલ, ટેલીફોન ઇન જેલ જેવા ઇનીશિયેટિવ લેવામાં આવ્યા હતા. 110 કરતાં વધુ કેદીઓ અને 35 જેલ સ્ટાફને વર્ષ 2015 થી 2021 સુધી એવોર્ડ મળ્યા છે.
કળા બાબતે એવોર્ડ આજે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં સાબરમતી જેલના ત્રણ કેદીઓને અલગ અલગ કળા બાબતે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં એક કેદીને રેડિયો જોકીનો એવોર્ડ મળ્યો હતો. ચીજ વસ્તુઓ અથવા તો કળા કૃતિઓ બાબતે તેઓને એવોર્ડ આપીને દેશભરની અલગ અલગ જેલોમાં બંધ કેદીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.