અમદાવાદ: શહેરના સાયન્સ સીટી ખાતે (Science City of Ahmedabad)આજથી ચાર દિવસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ કોન્ફરન્સની ( National Children's Science Congress Conference )શરૂઆત થઈ છે. વર્ચ્યુઅલ માધ્યમથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશમ અને રાજયના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. 500થી વધુ શિક્ષકો તેમજ રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છે. ભારત સહિત અન્ય દેશના 15 વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં( National Children Science)ભાગ લીધો છે. શિક્ષણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાન જીતુભાઈ વાઘણીએ(Education Minister Jitubhai Waghani) આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ (National Children's Science Congress)કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વિજ્ઞાન થકી બાળ વૈજ્ઞાનિકોના આત્મ વિશ્વાસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન કૉંગ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે.
વડાપ્રધાન મોદી દેશને નવી દિશા સૂચવી રહ્યા છે
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ કોન્ફરન્સમાં(29th National Science Congress Conference in Science City) ગુજરાતને યજમાન બનાવવા કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહ(Union Minister Jitendra Singh) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(Prime Minister Narendra Modi) આભાર માનું છું. વર્ચ્યુઅલી દેશભર માંથી 658 વિદ્યાર્થી 18 ગલફ્ કન્ટ્રીમાંથી ભાગ લીધો છે. અગાઉ દસ હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો તેમાંથી 23 ની પસંદગી થઈ છે. આજથી નાના બાળ સાયન્ટિસ્ટ તેમના પ્રયોગ દેશ સમક્ષ રજૂ કરી તેના માટે મુખ્યપ્રધાને પણ શુભકામના આપી છે. સૌથી પહેલા ઇન્સિયેટીવ રહ્યું છે. સવા 5 લાખ વિદ્યાર્થી જોડાયા તેના માટે વિજય નહેરાને અભિનંદન આપું છું. આનો વધારેમાં વધારે પ્રચાર કરીએ તો આવનારી પેઢીને અનેક સવાલો છે. વડાપ્રધાન મોદી દેશને નવી દિશા સૂચવી રહ્યા છે.
આ પણ વાંચોઃ જૂઓ અમદાવાદની સાયન્સ સીટીના નેચર પાર્કનો HD વીડિયો...
5 લાખ લોકો એ સાયનસ સીટીની મુલાકાત લીધી
આ કોન્ફરન્સમાં જેટલાં પણ બાળ સાયન્ટિસ્ટ જોડાયેલા છે જે આમાં હિસ્સો લેવાના છે એ બધાને સાયન્સ સીટી ઉપરાંત કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity at Kevadia)પણ જોવે તે ઇચ્છનીય છે. તેમના માટેની આવવા જવા અને રહેવાની તમામ વ્યવસ્થા હું કરી દઈશ. આ સાયન્સ સીટી જોઈને લાગશે કોઈ બીજા દેશ માં છીએ. સ્ટેમ કવીઝ પહેલો પ્રયોગ સવા પાંચ લાખ રજીસ્ટ્રેશન થયું છે. વડાપ્રધાન મોદીનો વિચાર રહ્યો છે સાયન્સનો ફેલાવો વધારે થાય સાયન્સ સીટી વિશ્વનું નજરાણું બન્યું છે તો તમામ લોકો ત્યાં આવે. છેલ્લા 6 મહિનામાં 5 લાખ લોકો એ સાયનસ સીટીની મુલાકાત લીધી છે. વધારે સારું શું કરી શકાયએ વિચારીએ છે.
આ પણ વાંચોઃ જૂઓ 79 જાતના અલગ-અલગ 202 રોબોટ ધરાવતી રોબોટિક ગેલેરીનો HD વીડિયો...