ETV Bharat / state

નર્મદા કેનાલનું પાણી ખેડૂતો માટે બન્યુ જોખમી..... - નીતિન પટેલ ન્યૂઝ

અમદાવાદઃ જિલ્લાના વિરમગામ તાલુકાના એક ગામમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેના કારણે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખેડૂતોએ તંત્રમાં રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વાર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jan 1, 2020, 8:39 PM IST

Updated : Jan 2, 2020, 8:44 AM IST

જિલ્લા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ઘૂસી રહ્યાં છે. જેના કારણે ઘઉં અને જીરા સહિત રવિપાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. સૂરજગઢમાં આશરે 300 વીઘા જમીનમાં આ કેનાલનું પાણી ફરી વળતાં રવિપાકને નુકસાન થયું છે. તેમજ થૂલેટા ગામમાં પણ 500 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નર્મદા કેનાલનું પાણી ખેડૂતો માટે બન્યુ જોખમી.....

ખેડૂતો મોંઘા ખાતર અને બીયારણ માટે વ્યાજે રુપિયા લાવી રવિપાક લીધો હતો. ત્યારે કેનાલનું પાણી પાકમાં ફરી વળતાં ખેડૂતોમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે. જેની સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે," નર્મદા કેનાલનો સૂરજગઢ પાસે કાચો વહેળો હતો. તેમાં ભંગાણ થતાં કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યાં હતાં. જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ અહેવાલ મંગાવામાં આવ્યો છે."

Intro:રેડી ટુ પબ્લિશ

વિરમગામઃ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક ગામમાં નર્મદા કેનાલનું પાણી મોટી મુસીબત તાણી લાવ્યું હોવાના સમાચાર મળ્યાં છે. સૂરજગઢ ગામના ખેતરોમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યાં છે. સૂરજગઢ પાસે નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં સૂરજગઢ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. Body:ઘટનાને લઇને ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી તેમ જ આવી કોઇ પ્રકારની માગણી પણ કરવામાં આવી ન હતી. જેથી તંત્રની બેદરકારીનો ભોગ બન્યાં છીએ. જે ખેતરોમાં પાણી ધસી આવ્યાં છે તેમાં ઘઉંના પાકને અને જીરાના પાકને નુકશાન થયું હોવાનું જણાવાયું હતું. સૂરજગઢમાં આશરે 300 વીઘા જમીનમાં આ પાણીને કારણે રવિપાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સૂરજગઢ ઉપરાંત થૂલેટામાં પણ પાંચસો વીઘા જમીનમાં-ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોએ મોંઘા ખાતર અને બીયારણ માટે વ્યાજે રુપિયા લાવીને રવિપાક લીધો હતો ત્યારે આ પ્રકારના નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો ભારે હતાશા અનુભવી રહ્યાં છે. Conclusion:દરમિયાનમાં કેનાલના પાણી ખેતરોમાં ઘૂસવા મામલે ઉહાપોહ થતાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે નર્મદા કેનાલનો સૂરડગઢ પાસેનો આ કાચો વહેળો હતો તેમાં ભંગાણ થતાં કેનાલના પાણી ફરી વળ્યાં હતાં. તેમ જ પાણી છોડવા અંગે કોના કહેવાથી કાર્યવાહી થઈ તેનો તપાસ અહેવાલ માગવામાં આવ્યો છે.

--------------------------------------
એપ્રૂવ્ડ બાય ભરત પંચાલ
એડિટેડ બાય પારુલ રાવલ
Last Updated : Jan 2, 2020, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.