ETV Bharat / state

NAREDCO : જંત્રીના ભાવને લઈને નર્ડેકોની સરકાર પાસે માંગ, જંત્રી અંગે સર્વે કરીને અમલવારી કરો

ગુજરાત સરકાર દ્વારા એકાએક જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટીના ભાવ બમણો કરવામાં આવ્યો છે. જેના કારણે રિયલ એસ્ટેટ વિભાગ સંકળાયેલ અનેક સંસ્થાઓ દ્વારા સરકાર સાથે મળી પોતાની માંગો રજુ કરી રહ્યા છે. નર્ડેકો દ્વારા પણ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં પોતાને યોગ્ય લગતા સૂચનો પણ આપ્યા હતા.

Jantri Prices : જંત્રીના ભાવને લઈને નર્ડેકોની સરકાર પાસે માંગ, 90 દિવસનો સમય આપવામાં આવે

author img

By

Published : Feb 9, 2023, 12:53 PM IST

જંત્રીના ભાવને લઈને નર્ડેકોની સરકાર પાસે માંગ

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં સ્થાવર મિલકતોની કિંમત નક્કી કરવા માટેના જંત્રીના ભાવમાં તાત્કાલિક અસર 5 ફેબ્રુઆરી 2023થી 100 વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નર્ડેકો દ્વારા રાજ્યમાં તાત્કાલિક અસરથી જંત્રીમાં કરાયેલા વધારાને અમલમાં ન લાવવા રીયલ એસ્ટેટ ડેવલોપર, પ્રોપર્ટી ખરીદનાર જમીન માલિકો ખેડૂતો અને સંસ્થાઓ દ્વારા ચર્ચા વિચારણા કરી મુખ્યપ્રધાને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

90 દિવસનો સમય આપવામાં આવે : નર્ડેકો પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં એકાએક જંત્રીના ભાવ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે રીયલ એસ્ટેટ બિઝનેસ પર મોટી અસર થાય છે. જેથી અને મુખ્યપ્રધાનને અપીલ કરીએ છીએ કે જે જંત્રીનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તે વધારાને બદલે 90 દિવસનો સમય આપવામાં આવે અને જંત્રી બાબતે વ્યવસ્થિત સર્વે કરાવીને ગુજરાતમાં અમલ કરવામાં આવે તે જરૂરી છે.

ખેતીવાડી બાદ એસ્ટેટ વિભાગ સૌથી વધુ રોજગાર : જંત્રીના ભાવમાં વધારો થવાથી તમામ વ્યવસાય પર અસર પડી રહી છે. જંત્રીના ભાવમાં વધારો થવાથી જીએસટી અને બીજા બધામાં પણ વધારો જોવા મળશે. તેથી સૌથી વધુ અસર સામાન્ય વર્ગને પડે તેવી આશાઓ સેવાઇ રહી છે. રીયલ એસ્ટેટે ખેતીવાડી પછી સૌથી વધુ રોજગારી આપતો વ્યવસાય છે. કોરોના બાદ હજુ પણ આ રિયલ એસ્ટેટ વિભાગ બહાર આવ્યો છે. ત્યારે એકાએક જંત્રીના ડબલ ભાવ કરી દેવાથી વધારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Jantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે

વૈજ્ઞાનિક પદ્ધતિ સર્વે કરવામાં આવે : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારમાં જંત્રીનો વધારો તત્કાલ અમલ કરવાને બદલે 90 દિવસ પછી અમલમાં લાવવા અને ત્યારબાદ 100ને બદલે જંત્રીમાં વધુમાં વધુ 50 ટકા વધારો કરવા અને વિશેષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવામાં આવે. બાંધકામ માટેના પ્લાન મંજુરી માટે અરજી કરેલ હોય તેવા કિસ્સામાં તેને જુની જંત્રી લાગુ પાડવી જોઈએ. બાંધકામના વધારાની FSI માટેની રકમ 100 ટકા જંત્રી વધે તો 40 ટકાને 20 ટકા અને 50 ટકા જંત્રી વધે તો 40 ટકાને બદલે 30 ટકા વસૂલ કરવા જોઈએ તેવુ અમારું સૂચન છે. સ્કીમ ચાલુ હોય તેવા કિસ્સામાં જે કોઈ મેમ્બર્સના ખાતામાં પણ રકમ જમા કરાવેલ હોય તો તે મેમ્બર્સને જુની રેરામાં ઠરાવેલા કિંમત જ માન્ય રાખવી જોઈએ.

આ પણ વાંચો : Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ

સ્ટેમ્પ ડ્યુટી 5 ટકા ઘટાડી 2 ટકા કરવામાં આવે : કન્સ્ટ્રક્શન કોસ્ટમાં પણ 100 વધારો નવી જંત્રીથી તત્કાલ અમલમાં લાવવાની વાત છે. તે પણ અયોગ્ય છે. કારણ કે તેના પર 18 ટકા GST લાગુ પડે છે. એટલે સરકારી કરનું ભારણ વધુ થઈ જાય છે. તદુપરાંત કંસ્ટ્રકશન કોસ્ટમાં 30 ટકાથી 50 ટકાનો વધારો કરવો જોઈએ. નવી જંત્રી લાગુ પડ્યા બાદ પણ તારીખ 04,03,2023ના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક ન.4 પ્રમાણે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સને બજાર કિંમત નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જે બિનવ્યવહારુ છે જે કલમ દૂર કરવી જોઈએ. ખરેખર સ્ટેમ્પ ડયુટી 5 ટકાથી ઘટાડી 2 ટકા કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.