અમદાવાદ: ડૉ.હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા અમદાવાદમાં શ્રી શક્તિ કન્વેશન સેન્ટર ખાતે નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ મહિલાઓ હાજર રહી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડે ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં. નારાયણી સંગમના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સગુરુ સ્મિતા શાસ્ત્રીની વિધાર્થિનીઓ દ્બારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ પતંગ ક્વિન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા, મુકબધીર હોવા છતાંય અનેક કાર્યો અને સેવા કરતા એવા ડો રચનાબેન અને વોટર સ્પોર્ટસમાં અનેક મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરતા પલક સૌંદરવાને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સ્ત્રીઓને સ્પર્શતા પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ: શ્રી શક્તિ કન્વેશન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ, સ્ત્રી રોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ તેમજ ઊઝાં ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલજાતાઈની પ્રરક હાજરીમાં સ્ત્રીઓને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરવાામાં આવી હતી. ખાસ તો ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો ,સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન ,વિચાર અને વિમર્શ કરવામાં આવ્યું હતું.
અગ્રણી મહિલાઓએ આપ્યું માર્ગદર્શન: ઈન્દુમતી તાઈએ આજના સમયે બાળ ઉછેરમાં મહીલાઓના ઘટતા યોગદાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમાપન સત્ર દરમિયાન માયાબેન કોડાનાનીએ મહીલાઓના સ્વાસ્થ્ય સંબધી પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.