ETV Bharat / state

હાઈકોર્ટે પેરોલ અરજી ફગાવવાનો વલણ દાખવતા નારાયણ સાંઈ તરફે અરજી પરત ખેંચાઈ - ahmedabad

અમદાવાદઃ સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા પામેલા આશારામના પુત્ર નારાયણ સાંઈએ સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે અપિલ દાખલ કરવા 30 દિવસના પેરોલની માંગ કરી હતી. આ અરજી મુદે સરકાર વતી જવાબ રજૂ કરાતા શુક્રવારે જસ્ટીસ એ.જી. ઉરાઈઝીએ અરજી ફગાવવાનો વલણ દાખવતા નારયણ સાંઈના વકીલ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 19, 2019, 7:58 PM IST

Updated : Jul 19, 2019, 8:39 PM IST

સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુના બાબતે નીચલી કોર્ટના હુકમ સામે અપિલ કરવા 30 દિવસના પેરોલની માંગ કરતા નારાયણ સાંઈને કોઈપણ પ્રકારની છૂટ ન આપવાની સરકાર વતી દલીલ કરવામાં આવી હતી. સુરત આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં દુષ્કર્મ કેસમાં પીડિતા અને અન્ય લોકોની જુબાની, આશારામ અને નારાયણ સાંઈના સમર્થકો દ્વારા પીડિતના પરિવારજનોને મળતી ધમકીઓ, બંને વિરૂદ્ધ લાંચ આપવાના અને બેનામી સંપતિના ગુના હોવાથી 30 દિવસના પેરોલ ન આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

  • સુરત ACP દ્વારા કોર્ટમાં રજુ કરાયેલા સોંગદનામાના આશારામ અને નારાયણ સાંઈ વિરૂધના ગુના.
  • નારયણ સાંઈ વિરૂધની જુબાની અને નારાયણ સાઈના સાથીદોરો દ્વારા આચરવામાં આવેલા ગુના.
  • કેસ પેન્ડિંગ હતો ત્યારે પણ પીડિતાના પરિવાર પર હુમલા અને ધમકી
  • અગાઉ અંગત પ્રજાપતિ નામના ફરિયાદીનું મર્ડર પણ થયું હતું.
  • પોલીસ, મેડિકલ ઓફિસર, જ્યુડિશિયરીને લાંચ આપવાનો કેસ.
  • આશારામ અને નારાયણ સાંઈની બેનામી સંપતિ છે.

ચાંદખેડામાં આશારામ સામે ફરિયાદ દાખલ થઈ જેના સાક્ષીઓ પર હુમલા થયા છે. કેટલાક સાક્ષીઓ પર એસિડ એટેક પણ થયા હોવાનું સોંગદનામાં જણાવવામાં આવ્યું હતું.

નારાયણ સાંઈ દ્વારા દાખલ કરવામાં આવેલી પેરોલ અરજી મુદે જસ્ટીસ ઉરાઈઝીએ સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. જેના ભાગરૂપે શુક્રવારે જવાબ રજુ કરવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં બંધ છે. અગાઉ પણ નારાયણ સાંઈ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ચ મેજીસ્ટ્રેટને કારણો સાથે હુકમ કરવા પરત મોકલ્યો હતો. તાજેતરમાં સુરત શેસન્સ કોર્ટ અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં ફરીવાર અરજી દાખલ કરી હતી.

Intro:સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા પામેલા આશારામ બાપુના પુત્ર નારાયણ સાંઈએ સુરત શેસન્સ કોર્ટના હુકમ સામે અપિલ દાખલ કરવા 30 દિવસના પેરોલની માંગ કરતી અરજી મુદે સરકાર વતી જવાબ રજુ કરાતા શુક્રવારે જસ્ટીસ એ.જી. ઉરાઈઝીએ અરજી ફગાવવાનો વલણ દાખવતા નારયણ સાંઈના વકીલ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.....Body:નીચલી કોર્ટના હુકમ સામે અપિલ કરવા 30 દિવસના પેરોલની માંગ કરતા નારાયણ સાંઈને કોઈપણ પ્રકારની છુટ ન આપવાની સરકાર વતી દલીલ કરવામાં આવી હતી..સુરત આસિશ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં દુષ્કર્મ કેસમાં પીડિતા અને અન્ય લોકોની જુબાની, આશારામ અને નારાયણ સાંઈના સમર્થકો દ્વારા પીડિતના પરિવારજનોને મળતી ધમકીઓ, બંને વિરૂધ લાંચ આપવાના અને બેનામી સંપતિના ગુના હોવાથી 30 દિવસના પેરોલ ન આપવાની રજુઆત કરવામાં આવી હતી..

સુરત ACP દ્વારા કોર્ટમાં રજુ કરાયેલા સોંગદનામાના આશારામ અને નારાયણ સાંઈ વિરૂધના ગુના.....

નારયણ સાંઈ વિરૂધની જુબાની અને નારાયણ સાઈના સાથીદોરો દ્વારા આચરવામાં આવેલા ગુના.

કેસ પેન્ડિંગ હતો ત્યારે પણ પીડિતાના પરિવાર પર હુમલા અને ધમકી

અગાઉ અંગત પ્રજાપતિ નામના ફરિયાદીનું મર્ડર પણ થયું હતું....

પોલીસ, મેડિકલ ઓફિસર, જ્યુડિશિયરીને લાંચ આપવાનો કેસ..

આશારામ અને નારાયણ સાંઈની બેનામી સંપતિ છે...

ચાંદખેડામાં આશારામ બાપુ સામે ફરિયાદ દાખલ થઈ જેના સાક્ષીઓ પર હુમલા થયા છે....કેટલાક સાક્ષીઓ પર એસિડ એટેક પણ થયા હોવાનું સોંગદનામાં જણાવવામાં આવ્યું હતું....Conclusion:નારાયણ સાંઈ દ્વારા દાખલ કરવામાં આવેલી પેરોલ અરજી મુદે જસ્ટીસ ઉરાઈઝીએ સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. જેના ભાગરૂપે શુક્રવારે જવાબ રજુ કરવામાં આવ્યો હતો...નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં બંધ છે. અગાઉ પણ નારાયણ સાંઈ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ચ મેજીસ્ટ્રેટને કારણો સાથે હુકમ કરવા પરત મોકલ્યો હતો.. તાજેતરમાં સુરત શેસન્સ કોર્ટ અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં ફરીવાર અરજી દાખલ કરી હતી....

Last Updated : Jul 19, 2019, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.