ગત 30મી એપ્રિલના રોજ સુરત શેસન્સ કોર્ટ દ્વારા નારયણ સાંઈને દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ફટકારાવામાં આવી હતી. પીડિત મહિલા વર્ષ 2002 થી 2005ના સમયગાળા દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આશ્રમમાં સાધિકા તરીકે રહેતી હતી.સુરતની ટ્રાયલ કોર્ટે નારાયણ સાંઈને પીડિતાને 5 લાખ રૂપિયાનો વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.
હાઈકોર્ટમાં દાખલ અપિલ અરજીમાં નારાયણ સાંઈ તરફે દલીલ કરવામાં આવી કે, પીડિતા અને તેની મોટી બહેન પિતા - પુત્ર સામે ષડયંત્ર રચી રહી છે. પીડિતાની મોટી બહેનને નારાયણ સાંઈના પિતા આશારામ બાપુ પર દુષ્કર્મ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમની વિરૂધ ખોટા કેસ કરવામાં આવ્યા હોવાની રજુઆત કરી હતી.આશારામ પર ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે.
સાંઈએ પીટીશનમાં જણાવ્યું હતું કે, દુષ્કર્મ જેવી કોઈ ઘટના બની જ નથી. FIR પણ આશરે 10 વર્ષના લાંબાગાળા બાદ દાખલ કરવામાં આવી છે. અધુરા પુરાવવા આખી FIR સામે પ્રશ્નો સર્જે છે. જેથી નીચલી કોર્ટનો આદેશ રદ થવો જોઈએ. ટ્રાયલ કોર્ટે નારાયણ સાંઈ સિવાય ગુનામાં મદદગારીના ભાગરૂપે સંડોવાયેલા ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા, જમુના સહિત 3 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.