અમદાવાદઃ સેન્ટ્રલ જેલમાં પણ કોરોના વાઇસની એન્ટ્રી થઈ ચૂકી છે. અગાઉ 2 કેદીના કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારે ફરી એક વાર ચેકઅપ કરાવતા 5 જેલ આરોપીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જે બાદ જેલ તંત્ર દોડતું થયું છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં થોડા દિવસો અગાઉ 2 કેદીના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ જેલ તંત્ર દ્વારા અન્ય કેદીઓને પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં 5 જેટલા કાચા કામના કેદી એટલે કે આરોપીઓના પોઝિટિવ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે બાદ તમાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અત્યાર સુધી કુલ 7 જેટલા કેદીઓને સેન્ટ્રલ જેલમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેથી જેલ તંત્ર પણ દોડતું થયું છે.