અમદાવાદઃ સેન્ટ્રલ તાજીયા કમિટીના અધ્યક્ષ પરવેઝ મોમિને ETV Bharat સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મોહરમ મહિનો શુક્રવારથી શરૂ થયો છે, જે દરમિયાન દર વર્ષે 10 દિવસ મસ્જિદોમાં મજલીસોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે સામાજિક અંતરનો ખ્યાલ રાખીને વાઝ અને મજલીસો ઓનલાઇન વર્ચ્યુઅલ રીતે જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરવેઝ મોમિને લોકોને કરેલી અપીલ
- તાજીયા માટે કોઈએ મંચ અથવા મંડપ બાંધવો નહીં
- આશુરાના દિવસે ઘરોમાં નાના તાજીયા રાખવા
- તાજીયા જોવા અને આશીર્વાદ મેળવવા માટે કોઈપણ મેળાવડા યોજવાની મંજૂરી નથી
- પોલીસ અને સરકારને સહયોગ આપવો અને કોઇપણ પ્રકારની બેદરકારી ન થાય તેની કાળજી રાખવી
- ઘરે રહી ઈબાદત કરવી અને પોતાની રક્ષા કરવી
પરવેઝ મોમિને જણાવ્યું હતું કે, મોહરમનો દસમો ચાંદ એટલે કે રવિવાર, 30 ઓગસ્ટના રોજ આશુરાનો દિવસ છે. આ પ્રસંગે દર વર્ષે અમદાવાદના જુદા જુદા ભાગોમાં જુલુસ કાઢવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઓગસ્ટમાં દરેક ધર્મના તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત મોહરમ સરઘસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી આ વર્ષે આશુરા દિવસ સાદગીથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે 2 ફુટના તાજીયા ઘરમાં રાખી શકાય છે.
આ વિશે પરવેઝ મોમિને વાત કરતા વધુમાં જણાવ્યું કે, કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને લોકોને કોઈપણ રીતે સામાજિક અંતરનું ઉલ્લંઘન ન કરવા સૂચના આપવામાં આવી છે, આમ સરકારની માર્ગદર્શિકા અનુસાર મોહરમ મહિનાની ઉજવણી કરવામાં આવે છે. તાજીયા જોવા અને આશીર્વાદ મેળવવા માટે કોઈપણ મેળાવડા યોજવાની મંજૂરી નથી. આશુરાના દિવસે ઘરોમાં નાના તાજીયા રાખવા. તાજીયા માટે કોઈએ મંચ અથવા મંડપ નહીં બાંધવો જોઈએ.
સેન્ટ્રલ તાજીયા કમેટીના અધ્યક્ષ પરવેઝ મોમિને લોકોને અપીલ કરી હતી કે, સરકાર દ્વારા માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. તે પ્રમાણે આશુરા દિવસની ઉજવણી કરવામાં આવે અને પોલીસ અને સરકારને સહયોગ આપવો અને કોઇપણ પ્રકારની બેદરકારી ન થાય, ઘરે રહી ઈબાદત કરવી અને પોતાની રક્ષા કરવી.