આંબાવાડીના અમૂલ્ય કૉમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની 27 વર્ષીય યુવતી ઇશાની પરમારનું ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. ઇશાની પરમાર નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. CCTVમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો છે. પોલીસે ફૂટેજને આધારે તપાસ કરતા આ શંકાસ્પદ યુવક નરેશ સોઢા હોવાનું બહાર આવ્યું છે. નરેશ સોઢા ખેડાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે