ગત 10મી જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે મોલ - મલ્ટીપ્લેક્સ ગ્રાહકો અને અન્ય લોકો પાસેથી પાર્કિગ ચાર્જ વસુલી શકશે નહિ. હાઈકોર્ટે નોધ્યું હતું કે, સરકાર દ્વારા પાર્કિંગ ચાર્જને લઈને કોઈ નીતિ તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી ફ્રી પાર્કિંગ ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશના સુરતના અરજદાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકરવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા મનફાવે તેમ ઉઘરાવતા પાર્કિગ ચાર્જની પ્રથાને હાલ પુરતી અટકાવી દીધી હતી.રાજ્યમાં કોઈપણ મોલ કે મલ્ટીપ્લેક્સ ગ્રાહકો કે મુલાકાતીઓ પાસેથી પાર્કિગ ચાર્જ વસુલી શકશે નહિ.પાર્કિંગ ચાર્જ નક્કી કરવા બાબતે હાઈકોર્ટે કહ્યું કે, કોઈ પોલિસી કે નીતિ ઘડવાનો કાર્ય વિધાનસભાનો હોવાથી અમે તેમાં હસ્તક્ષકક્ષેપ કરી શકતા નથી.સરકાર દ્વારા પાર્કિગ ચાર્જને લઈને કોઈ નવી નીતિ ઘડવામાં ન આવે ત્યાં સુધી પાર્કિંગ સંપૂર્ણપણે ફ્રી કરી દેવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ હાઈકોર્ટના સિંગલ જજે પાર્કિંગ પોલીસી મુદે મોલ - મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસુલવા અંગે મહત્વનો ચુકાદો આપતા પહેલા એક કલાક સુધી ફ્રી પાર્કિંગ બાદમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા અંગે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને હુકમ કર્યો હતો. કોર્ટના હુકમથી નાખુશ કેટલાક મોલ સંચાલકો આ અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર ડિવિઝન બેન્ચ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે હુકમમાં મોલ અને મલ્ટિપ્લેક્સ સંચાલકોને એક કલાક સુધી વાહનોને ફ્રી પાર્કિંગ બાદ ફોરવીલર માટે મહત્તમ 20 રૂપિયા જ્યારે ટુવિહલર માટે મહત્તમ 10 રૂપિયા ચાર્જ વસુલવાનો હુકમ કર્યો હતો. ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી. તેમજ ચાર્જ લેનાર પર કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. આ દરમ્યાન કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે. જો કે ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી.