મેલેરિયા વિભાગ દ્વારા 7 ઝોનમાં 781 સાઇટ ચેક કરવામાં આવી હતી. જેમાં 120 સાઇટને નોટિસ આપવામાં આવી હતી. અને 04 એકમોને સીલ કરી 4,37,500 રૂપિયા જેટલી રકમ વસુલ કરી હતી.
આ ઉપરાંત સરદાર મોલ વિરાટનગરમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા બેઝમેન્ટ અને પ્રથમ માળ સીલ કરવામાં આવ્યો છે. તેમજ સાયનસીટી તથા દુરદર્શન કેન્દ્ર માંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતાં નોટિસ આપવામાં આવી છે. ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતું. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે. સાયન્સ સિટી પ્રિમાઇસ થી મચ્છરના બ્રિડિંગ મળી આવતા ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.