લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આગામી દિવસોમાં 40થી પણ વધારે સ્ટાર પ્રચારકો ભાજપ માટે પ્રચાર શરુ કરવા ગુજરાત આવશે જેની યાદી ભાજપ દ્વારા જાહેર કરાઈ હતી. ભાજપનાં સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી ગુજરાતની 26 લોકસભા બેઠક પર વિજય માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા અમિત શાહ ગુજરાત આવી પોતાના મત વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. ત્યારે બીજી બાજુ 10 એપ્રિલે નરેન્દ્ર મોદીએ જૂનાગઢ અને સોનગઢમાં ચૂંટણી સભાઓ યોજી હતી.
આગામી દિવસોમાં 12 થી 19 એપ્રિલમાં ગુજરાતમાં રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફ્ડનવીશ, વી કે સિંહજી, સ્મૃતિ ઇરાની, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ વગરે પ્રચાર અર્થે ગુજરાતમાં આવશે. આ સ્ટાર પ્રચારકો રાજ્યની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે. આ પ્રચાર લોકસભા બેઠકના મુખ્ય શહેરોમા થશે, જેમાં જાહેર સભાઓ સાથે રેલીઓનું પણ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.. હાલ આ નેતાઓની ગુજરાતમાં આવવાની તારીખો ભાજપ દ્વારા જાહેર કરાઈ છે, પણ સ્થળ હજુ નક્કી કરાયા નથી. આ નેતાઓ ગુજરાતમાં આવી જીત મેળવવાના આશય સાથે સભાઓ ગજવશે.