ETV Bharat / state

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના બંદોબસ્તમાં આવનારા 200થી વધુ પોલીસ કર્મીઓ આસારામ આશ્રમમાં રોકાશે - આશ્રમ

મોટેરા સ્ટેડિયમમાં યોજવનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે 10,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં તહેનાત રહેશે. બહારથી આવનાર પોલીસકર્મીઓ અને અધિકારીઓ બંદોબસ્ત દરમિયાન મોટેરા ખાતેના આસારામ આશ્રમમાં રોકાશે.

200થી વધુ પોલીસ કર્મીઓ આસારામ આશ્રમમાં રોકાશે

author img

By

Published : Feb 18, 2020, 2:42 PM IST

અમદાવાદ : મોટેરા સ્ટેડિયમી નજીક જ આસારામ આશ્રમ આવેલો છે અને આશ્રમ 24 કલાક કાર્યરત હોય છે, ત્યારે બહારના જિલ્લામાંથી આવનારા પોલીસકર્મી અને અધિકારીઓ બંદોબસ્ત દરમિયાન આરામ કરવા માટે આસારામ આશ્રમના પરિસરમાં રોકાશે. આશ્રમના પરિસરમાં આવેલા શિબિરના શેડમાં પોલીસકર્મીઓ રોકાશે. આ શેડમાં મહિલા પોલીસકર્મીઓ રોકાઈ શકે તેની પણ આશ્રમ દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

200થી વધુ પોલીસ કર્મીઓ આસારામ આશ્રમમાં રોકાશે
આ ઉપરાંત આશ્રમ પરિસરનો પ્લોટ પણ તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. જ્યાં પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે આશ્રમમાં આવેલ કેટલાક મકાનમાં બહારથી આવેલા મહેમાનો પણ રોકાઇ શકે તેવી શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.