ETV Bharat / state

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 142થી વધુ એકમો શરૂ થયાં

લોકડાઉનને પરિણામે ઘણા દિવસથી ઉદ્યોગધંધા બંધ થયાં હતાં, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ કરતાં વધુ નાનાંમોટાં ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયાં છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 142થી વધુ એકમો શરૂ થયાં
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 142થી વધુ એકમો શરૂ થયાં
author img

By

Published : Apr 24, 2020, 9:22 PM IST

અમદાવાદ- અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪ અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ થતાં ફેક્ટરી કે એકમો સુધી જવા- આવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ ૧૦,૭૦૦થી વધુ પાસ ઈસ્યૂ કર્યા છે, જેમાંથી ૧,૨૮૪ જેટલા પાસ બાંધકામ ઉદ્યોગ માટે આપવામાં આવ્યા છે. ૨૦ એપ્રિલ બાદ લોકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૪૨થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં ૪૪ જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓને લગતાં છે જ્યારે 98 જેટલા ઔદ્યોગિક એકમો અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓને લગતા છે.

આ લોકડાઉનમાંથી રાહત મળતાં સવારથી જ આ એકમોમાં જવા માટે લોકો માસ્ક પહેરીને જવા માટે નીકળે છે. કંપનીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને તથા સેનેટાઇઝિંગ દ્વારા જ પોતાના એકમોમાં પ્રવેશ આપે છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને અમુક મર્યાદિત વિસ્તારમાં છૂટછાટ આપવાના મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે ઉદ્યોગો પુન: ધમધમતા થયા છે. અર્થતંત્રની કરોડરજ્જુ એવા ઉદ્યોગો શરૂ થાય તે દેશના હિતમાં છે, તે સાથેસાથે સ્વાસ્થ્યની પણ કાળજી લેવાય તે પણ એટલું જ જરૂરી છે. આથી કલેક્ટર કચેરીમાં પરવાનગી માટે આવતી અરજીઓની માંગ, આવશ્યકતા અને જરૂરિયાત સમજીને જ પરવાનગી આપવામાં આવે છે.

ઉદ્યોગ સાથે ખેડૂતોના હિતમાં અમદાવાદ જિલ્લાની એપીએમસી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી ઉદ્યોગ સાથે ખેતી ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે. રાજ્ય સરકાર દ્વારા પણ થોડા સમયમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.