અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ 73 મો જન્મદિવસ હતો. જેથી દેશના અલગ અલગ ભાગોમાં તેઓના સમર્થકો અને અન્ય લોકો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતે હિન્દુ મુસ્લિમ સહિતના તમામ ધર્મના લોકોએ એકઠા થઈને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રીનો 73 મો જન્મદિવસ હોવાથી 73 કિલોનો એક કાપીને એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ તમામ લોકોએ પ્રધાનમંત્રીનું લાંબુ આયુષ્ય હોય તેવી પ્રાર્થના કરી હતી.
"અમે દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરીએ છીએ, આ વર્ષે કેક પર G20 અમે ચંદ્રયાન સહિતના સૂત્રો સાથેની કેક બનાવી છે, પ્રધાનમંત્રી ફરી એક વાર પીએમ બને તેવી આજે અમે તમામ લોકોએ ભેગા મળી પ્રાર્થના કરી છે."-- રોંફ બંગાળી, (સામાજિક આગેવાન)
રંગબેરંગી ઉજવણી: એ જ પ્રકારે અમદાવાદના મુસ્લિમ પરિવાર દ્વારા 73 કિલો કે કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મુસ્લિમ પરિવાર ઉજવણી કરી આ કેક માર્ગ પર પસાર થતા નાગરિકોને વિતરણ કરી હતી. હાટકેશ્વર સર્કલ પર આવેલ કેનેરા બેંકની સામે યોજાયેલા આ કાર્યક્રમમાં મણિનગર અને અમરાઈવાડી ધારાસભ્ય તેમજ ખોખરા-અમરાઈવાડીના નગરસેવકો સાથે મુસ્લિમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીના વિશાળ બેનર સાથે ભવ્ય આતશબાજી સાથે બપોરે 12:39 કલાકના વિજય મુહૂર્તથી રંગબેરંગી ઉજવણી કરી હતી.
પીપળાના પાન પર કંડાર્યુ PM મોદીનું તૈલચિત્ર: નરેન્દ્ર મોદીની વર્તમાન સમયની લોકપ્રિયતા અને તેના રાજકીય ક્ષેત્રના દબદબાબાને ધ્યાને રાખીને તેમના જન્મદિવસે જૂનાગઢના ચિત્રકારે અનોખી રીતે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. જૂનાગઢના વિનોદભાઈ પટેલ નરેન્દ્ર મોદીના અનોખા ચાહક છે. તેઓ પાછલા 40 કરતાં વધુ વર્ષથી ચિત્રકલા સાથે સંકળાયેલા છે. તેઓ અત્યાર સુધી ચિત્રકલાની અનેક કારીગીરી બ્રશ અને કલરના માધ્યમોથી કરી ચૂક્યા છે. પાછલા કેટલાક વર્ષોથી તેઓ મુશ્કેલ કહી શકાય તે પ્રકારે પીપળના પાન પર ચિત્ર બનાવવામાં મહારત પ્રાપ્ત કરી ચૂક્યા છે. હાલમાં તેઓએ પીપળાના પાન પર PM મોદીનું તૈલચિત્ર બનાવ્યું છે.
- PM Modi Birthday : જૂનાગઢના ચિત્રકારે પીપળાના પાન પર કંડાર્યુ PM મોદીનું તૈલચિત્ર, PM મોદીના જન્મદિવસ નિમિત્તે ખાસ ભેટ
- Pm Modi's Pak Sister : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે તેમની પાકિસ્તાની બહેન, જાણો કેટલા વર્ષોથી જળવાયો છે નાતો
- PM Modi 73rd Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસની ઉજવણી એએમસી દ્વારા એક સપ્તાહ સુધી કરાશે