અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી સોલંકીની ટીમને બાતમી મળી હતી કે નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનાર આરોપીઓ રિલીફ રોડ ઉપર મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ સામે ઓટો રીક્ષામાં હાજર છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી સદ્દામ ઉર્ફે લાલા શેખ અને શેરખાન ઉર્ફે પાપા ઉર્ફે બાલમ પઠાણ નામના બંને યુવકોની ધરપકડ કરી હતી.
આરોપીઓ વટવાના : પકડાયેલા બંને યુવકો અમદાવાદના વટવા વિસ્તારમાં સદભાવના ચાર માળિયા ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી અલગ અલગ કંપનીના 23 મોબાઈલ ફોન તેમજ ઓટોરીક્ષા સહિત 3 લાખ 53 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
મોબાઇલ ચોરીના 9 કેસ ઉકેલાયા : અમદાવાદના ઘાટલોડિયા, સરદારનગર, મણિનગર, રામોલ તેમજ સરખેજ, નારોલ, સાણંદ અને વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં એમ કુલ 9 મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી સદ્દામ ઉર્ફે લાલા શેખ અને શેરખાન ઉર્ફે પાપા બાલમ તેની સાથે સમીર શેખ નામના આરોપી સાથે મળીને અલગ અલગ જગ્યાઓ પરથી મોબાઇલ ચોરી કરતા હતાં.
-
( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
નજર ચુકવી મોબાઇલ ફોનોની ચોરી કરતા બે વ્યકિતને મોબાઇલ ફોન-23 તથા ઓટોરીક્ષા મળી કુલ રૂ.3,53,000/-ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી 9 ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/QiE8m2yWVH
">( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 23, 2023
નજર ચુકવી મોબાઇલ ફોનોની ચોરી કરતા બે વ્યકિતને મોબાઇલ ફોન-23 તથા ઓટોરીક્ષા મળી કુલ રૂ.3,53,000/-ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી 9 ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/QiE8m2yWVH( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 23, 2023
નજર ચુકવી મોબાઇલ ફોનોની ચોરી કરતા બે વ્યકિતને મોબાઇલ ફોન-23 તથા ઓટોરીક્ષા મળી કુલ રૂ.3,53,000/-ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી 9 ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/QiE8m2yWVH
ક્યાંથી ચોર્યાં મોબાઇલ : આરોપીઓની વધુ તપાસ કરતા તેઓએ એક મહિના પહેલા દહેગામ રોડ ઉપર વાસણા-વડોદરા પાટીયા પાસેથી, નારોલ વટવા કેનાલ રોડ ઉપરથી, ગાંધીનગર ગ્રીપ સીટી રોડ ખાતે આશિષ વોટર સપ્લાય નામની દુકાનમાંથી, દહેગામ શ્રીનાથ સોસાયટી પાસે આવેલ એક જગ્યા આમ અલગ અલગ 11 જેટલી ચોરીની કબૂલાત આરોપીઓએ કરી છે.
આરોપીઓ રીઢા ચોર : આ મામલે પકડાયેલો આરોપી સદ્દામ અગાઉ ઓઢવમાં ચોરીના ગુનામાં ઝડપાયો છે. તેમજ શેરખાન ઉર્ફે પાપા અગાઉ કાગડાપીઠ, રાણીપ, નવરંગપુરા અને વટવા સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો છે. પકડાયેલા આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.