અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ વિધાનસભા ના ધારાસભ્યોને દર વર્ષે પોતાના મતવિસ્તારમાં લોકોની સુવિધાઓ અને વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આ ગ્રાન્ટ કોઈ અન્ય કારણસર વપરાતી નથી અથવા તો કોઈ કામ રદ થવાને કારણે તે રકમ પડી રહેતી હોય છે. આ ગ્રાન્ટને સરકારમાં પરત મોકલવાની હોય છે. પરંતુ સરકાર દ્વારા વિવેકાધીન યોજના હેઠળ આ ગ્રાન્ટને મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકામાં આવતી 14 વિધાનસભાની કુલ ત્રણ કરોડ જેટલી રકમ કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે.
"ધારાસભ્ય દ્વારા રજુ કરેલી જે ગ્રાન્ટ હોય તેમાં જરૂરિયાત કરતા વધારે પ્રાપ્ત થઇ હોય કે પછી તે કામ માટે વાપરવામાં બાકી રહી ગયા હોય કે કોઈ કામ રદ થયું હોય તેની બે વર્ષની એટલે કે 2021-22 અને 2022-23ની અંદાજિત 3.5 કરોડ જેટલી રકમ જે તે વિસ્તારમાં જરૂરિયાત હોય તે વિસ્તારમાં આ ગ્રાન્ટ વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે"---હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
સૌથી વધુ દરિયાપૂરની વિધાનસભાની ગ્રાન્ટ: અમદાવાદ શહેરમાં આવતી વિધાનસભા ગ્રાન્ટ અમદાવાદ મહાનગર પાલિકાને આપવાની વાત કરી છે. જેમાં સૌથી વધુ દરિયાપુર વિધાનસભા 2021-22ની 31,13,353 રૂપિયા અને 2022-23ની 69,79,358 રૂપિયાની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળી છે.જયારે અન્ય વિધામસભાની વાત કરવામાં આવે તો સાબરમતી વિધાનસભાની 2021-22ની 3,73,453 જ્યારે 2022-23 8,07,779 રૂપિયા ગ્રાન્ટ, નરોડા વિધાનસભાની 2021-22ની 6,77,307 જ્યારે 2022-23ની 4,14,480 રૂપિયા ગ્રાન્ટ, અમરાઇવાડી વિધાનસભાની 2021-22ની 2,97,360 જ્યારે 2022-23ની 27,32,941 રૂપિયા ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળી છે.
વિધાનસભાની ગ્રાન્ટ: વિધાનસભાની ગ્રાન્ટની વાત કરવામાં આવે તો બાપુનગર વિધાનસભાની 2021-22ની 10,52,360,જમાલપુર વિધાનસભાની 2021-22ની 16,72,00 અને 2022-23ની 20,05,130 નિકોલ વિધાનસભાની 2021-22ની 64,256 જ્યારે 2022-23ની 7,93,295 રૂપિયા ગ્રાન્ટ, વેજલપુર વિધાનસભાની 2021-22ની 2208 જ્યારે 2022-23ની 21,03,66 રૂપિયા ગ્રાન્ટ, નારણપુરા વિધાનસભાની 2021-22ની 13,67,496 જ્યારે 2022-23ની 71, 804 રૂપિયા ગ્રાન્ટ, અસારવા વિધાનસભાની 2021-22ની 5,31,056 જ્યારે 2022-23ની 9,54,511 રૂપિયા ગ્રાન્ટ, એલિસબ્રિજ વિધાનસભાની 2021-22ની 6,46,570 જ્યારે 2022-23ની 5,62,398 રૂપિયા ગ્રાન્ટ, દાણીલીમડા વિધાનસભાની 2021-22ની 56,67,942 ગ્રાન્ટ મણિનગર વિધાનસભા 2021-22ની 3,94,872 રૂપિયાની ગ્રાન્ટ, જ્યારે ઠક્કરબાપાનગરની 2021-22ની 11,67,064 અને 2022-23ની 9,61,959 રૂપિયાની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપવામાં આવી છે.