ETV Bharat / state

ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે વિધાનસભામાં લઘુમતી સમાજ તરફથી કેટલીક માંગણીઓ કરી - Congress MLA gyasuddin Shekh

વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગતની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લઘુમતી સમાજ પક્ષ તરફથી કેટલીક માંગણીઓ કરી હતી. તેમણે લઘુમતી સમાજ માટે વપરાતા બજેટ, લઘુમતી વિકાસ મંત્રાલય જેવા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.

ગયાસુદ્દીન શેખ
ગયાસુદ્દીન શેખ
author img

By

Published : Mar 18, 2021, 8:25 AM IST

Updated : Mar 18, 2021, 2:34 PM IST

  • લઘુમતી સમાજ પાછળ બજેટમાં ફાળવેલી રકમ વપરાતી નથી
  • લઘુમતી વિકાસ મંત્રાલયની રચના થાય
  • વકફ બોર્ડને છેલ્લા 20 વર્ષથી ગ્રાંટ ફાળવાઇ નથી

અમદાવાદ : વિધાનસભામાં આજે ગુરુવારે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય અંતર્ગતની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લઘુમતી સમાજ પક્ષ તરફથી કેટલીક માંગણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે, લઘુમતી સમાજ આધારિત બજેટની ફાળવણી થવી જોઇએ. બજેટમાં લઘુમતી પાછળ જે રકમ ફાળવવામાં આવે છે તેનો પૂરો ઉપયોગ થવો જોઇએ. લઘુમતી વિકાસ મંત્રાલય, રાજ્ય મદ્રેસા બોર્ડ, લઘુમતી આયોગ તેમજ રાજ્ય હજ કમિટીની રચના થાય.

આ પણ વાંચો : રાજ્યની મેડિકલ કોલેજોમાં MBBSની ફીમાં વધારો કરાયો

લઘુમતીઓના તીર્થોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થાય
કોંગ્રેસના ધારાસભ્યએ માંગણી કરી હતી કે, લઘુમતીઓના યાત્રાધામ જેવા કે હાજીપીર, શાહઆલમ, ભડિયાદ તીર્થોનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત વકફ બોર્ડને છેલ્લા 20 વર્ષથી ભાજપ સરકારે ગ્રાંટ ફાળવી નથી, તેથી તેમને ગ્રાન્ટ ફાળવવામાં આવે.

આ પણ વાંચો : અમદાવાદ અને રાજકોટમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટો મળી

મદરેસામા આધુનિક શિક્ષણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે
લઘુમતી સમાજને એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત મકાન આપવામાં આવે અને તે માટે યોગ્ય વિસ્તારની પસંદગી કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાનના પંદર મુદ્દાના કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવે. મદ્રેસાઓમાં આધુનિક શિક્ષણ માટે ગ્રાન્ટ આપવામાં આવે અને તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ ખોલવામાં આવે. આ વાતને તેઓ સરકાર સમક્ષ આગળ પણ લઈ જશે.

Last Updated : Mar 18, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.