ETV Bharat / state

રાજ્ય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ એક દિવસીય ગુજરાતની મુલાકાતે - સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ રાજ્યપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાતની એક દિવસની મુલાકાત લીધી. તેમણે આજે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ ખાતે ફૂડ કોર્પોરેશનના અધિકારીઓ, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન (સીડબલ્યૂસી) તેમજ ફૂડ કંટ્રોલર અધિકારીઓ સાથે બેઠક આયોજિત કરી હતી.

રાજ્ય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ એક દિવસીય ગુજરાતની મુલાકાતે

author img

By

Published : Oct 18, 2021, 10:48 PM IST

  • દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવું ખૂબ જ મોટી ઉપલબ્ધિ
  • ગુજરાતમાં ફૂડ વિતરણનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે
  • રાજ્ય પ્રઘાન સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાતની મુલાકાતે

અમદાવાદ : અમદાવાદ બેઠકમાં તેમણે લાભાર્થીઓને નિયમિત રાશન અનાજનો પુરવઠો મળી રહે તે માટે તકેદારી રાખવા કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આપવામાં આવતું અનાજ ચોખ્ખું હોવું જરૂરી છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમણે CWC એટલે કે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગુજરાતમાં ગોડાઉનની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે જે જિલ્લામાં ગોડાઉન ના હોય ત્યાં આગામી સમયમાં ગોડાઉન બનાવવા અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેથી અનાજના સ્ટોરેજની સમસ્યા ગુજરાતમાં ના થાય. ખેડૂતોને એમએસપી અંતર્ગત ભાવ મળી રહ્યા છે કે કેમ તે અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

દેશમાં લોકોને અપાઈ રહ્યું છે રાશન

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 80 કરોડથી પણ વધુ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે જે મોટી ઉપલબ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં મફત રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આપણે દેશના એક અબજ લોકોને ટૂંક સમયમાં રસી આપવાના લક્ષ્યાંકને પૂરો કરવા જઈ રહ્યા છીએ જે કોરોનાને રોકવા માટે ઉપયોગી બની રહેશે.

બેઠકમાં વિતરણ અધિકારીઓ ઉપસ્થિત

કેન્દ્રીય પ્રધાન સાથેની બેઠકમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રીકાંત પ્રસાદ, CWC ના રીજનરલ મેનેજર માતેશ્વરી મિશ્રા તેમજ એડિશનલ ફૂડ કંટ્રોલર જશવંત જગોડાજી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાધ્વી નિરંજન જ્યોતિએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપના અગ્રણી હોદ્દેદારોની સૌજન્ય મુલાકાત પણ લીધી હતી.

આ પણ વાંચો : શિવસેનાનો પ્રહાર, કહ્યું- વિપક્ષના મુખ્યપ્રધાનોને નથી સ્વીકારતું ભાજપ, આ 'સસ્તી ચરસ' પીવાનો કમાલ

આ પણ વાંચો : દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો છે ઇતિહાસ, જાણો ખાસિયત...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.