ETV Bharat / state

પાલિકા બહાર કચરો ઠાલવવાના કેસમાં મેટ્રો કોર્ટે શહેઝાદ ખાનના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

author img

By

Published : Jan 3, 2020, 9:26 PM IST

અમદવાદઃ વર્ષ 2017માં શાહઆલમ, દાણીલીમડા, નારોલ, ચાંદોળા સાહિતના કેટલાક વિસ્તારોમાં કચરો ઉપાડવાની ગાડીઓ આવતી નહોતી. ત્યારે  સ્થાનિક કોર્પોરેટરે લોકોની મદદથી મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર કચરો ઠાલવ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની સુનાવણી  ઘીકાંટા મેટ્રો કોર્ટમાં થઈ હતી. જેમાં આરોપી શહેઝાદ ખાન ઉર્ફે સન્ની બાબાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

અમદાવાદ
અમદાવાદ

બે વર્ષ પહેલા કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે મેટ્રો કોર્ટે આરોપી શહેઝાદ ખાનના 6 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, દાણીલીમડા વોર્ડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો ઉપાડવાની વાન આવતી નહોતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટર લોકો સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પરિસરમાં બે ટ્રેકટર ભરી કચરો ઠાલવ્યો હતો.જે ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મેટ્રો કોર્ટે શહેઝાદ ખાનના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ અંગે વાત કરતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે, " સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નહોતા. જેથી સ્થાનિક લોકોમાં રોષ હોવાથી આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરાયો હતો. 20 મી ડિસેમ્બર 2019ના રોજ CAA અને NRCને લઈને થયેલા વિરોધ બાદ હિંસામાં કોર્ટે શહેઝાદ ખાનના 26મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા."

Intro:વર્ષ 2017માં શાહઆલમ, દાણીલીમડા, નારોલ, ચાંદોળા સાહિતના કેટલાક વિસ્તારોમાં કચરો ઉપાડવાની ગાડીઓ ન આવતા સ્થાનિક કોર્પોરેટર શહેઝાદ ખાન લોકોની મદદથી કચરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઠાલવવાના કેસમાં શુક્રવારે ઘીકાંટા મેટ્રો કોર્ટે આરોપી શહેઝાદ ખાન ઉર્ફે સન્ની બાબાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની વિગતો સામે આવી છે...Body:બે વર્ષ પહેલા કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે મેટ્રો કોર્ટે શહેઝાદ ખાનના 6 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. દાણીલીમડા વોર્ડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો ઉપાડવાની વેન ન આવતા અને વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવવાના ડર સાથે સ્થાનિક લોકો અને સ્થાનિક કોર્પોરેટર સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પરિસરમાં બે ટ્રેકટર ભરી કચરો ફાળવી દીધો હતો.
Conclusion:આ અંગે એ સમયે વાતચીત કરતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે અગાઉ સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ન લેવાતા સ્થાનિક લોકોમાં રોષ હોવાથી આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 20 મી ડિસેમ્બર 2019ના રોજ CAA અને NRCને લઈને થયેલા વિરોધ બાદ હિંસામાં કોર્ટે શહેઝાદ ખાનના 26મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.