ETV Bharat / state

અમદાવાદમાં વધુ એક માનસિક અસ્થિર યુવતી બની દુષ્કર્મનો શિકાર - gujaratinews

અમદાવાદ: શહેરમાં મહિલાઓની સલામતી જોખવાઇ રહી છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં છેડતીના 5થી વધુ બનાવો બની ચુક્યા છે. તો બીજી તરફ હવે માનસિક રીતે અસ્થિર અને નિ:સહાય યુવતીઓને પણ હવસખોરો પોતાનો શિકાર બનાવી રહ્યાં છે. ત્યારે શહેરમાં પરપ્રાંતીય યુવતી સાથે દુષ્કર્મ થયો હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં વધુ એક માનસિક અસ્થિર યુવતી બની દુષ્કર્મનો શિકાર
author img

By

Published : Jun 26, 2019, 5:26 PM IST

શહેરમાં આવેલા નવરંગપુરાની કમલાબાગ સોસાયટી પાસે એક યુવતી નિ:સહાય હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીને પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ તે સમયે તેણી કશું જણાવી શકી ન હતી.

અમદાવાદમાં વધુ એક માનસિક અસ્થિર યુવતી બની દુષ્કર્મનો શિકાર

ત્યારબાદ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, ત્યારે તપાસમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ યુવતી પર કોઇ અજાણ્યા વ્યક્તિએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાને લઇને નવરંગપુરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

નવરંગપુરા PI પી. બી. દેસાઇના જણાવ્યા પ્રમાણે, મહિલા પરપ્રાંતીય હોવાનું જણાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે યુવતીના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ શહેરમાં આવેલા સાબરમતી વિસ્તારમાં બે યુવતી સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દેવાની ઘટના સામે આવી હતી.

R_GJ_AHD_05_26_JUN_2019_DUSHKARM_YUVTI_STORY_YASH_UPADHYAY_AHD

વધુ એક માનસિક અસ્થિર યુવતી બની દુષ્કર્મનો શિકાર, અજાણ્યા વ્યક્તિએ ગર્ભવતી બનાવી

સાબરમતી વિસ્તારમાં પણ અગાઉ બે યુવતીને ગર્ભવતી બનાવી દેવાની ઘટના સામે આવી હતી

અમદાવાદ

શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સલામતી જોખવાઇ છે. છેલ્લા 10 દિવસમાં છેડતીના 5થી વધુ બનાવો બની ચુક્યાં છે. તો બીજી તરફ હવે માનસિક રીતે અસ્થિર અને નિસહાય યુવતીઓને હવસખોરો પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે પરપ્રાંતિ યુવતી સાથે કોઇ અજાણ્યા વ્યક્તિએ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં પણ અગાઉ બે યુવતીને ગર્ભવતી બનાવી દેવાની ઘટના સામે આવી હતી.

નવરંગપુરાની કમલાબાગ સોસાયટી પાસે એક નિસહાય યુવતી હોવાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવતીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી, પરંતુ તે કશું જણાવી શકી ન હતી. યુવતીનું પોલીસે મેડિકલ ચેકઅપ કરાવતા તેને 15 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. યુવતી પર કોઇ અજાણ્યા વ્યક્તિએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાને લઇને નવરંગપુરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. નવરંગપુરા પી.આઇ પી બી  દેસાઇના જણાવ્યું મુજબ, મહિલા પરપ્રાંતિ હોવાનું જણાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે યુવતીના પરિવારજનોની શોધખોળ હાથ ધરાઇ છે.

બાઈટ 

પી.બી.દેસાઈ, પીઆઇ નવરંગપુરા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.