અમદાવાદ જુદી જુદી હોસ્પિટલોમાં સારવારનાં બિલોથી 23 લોકોના ક્લેમ કરી વીમા કંપની સાથે 24 લાખની ઠગાઈ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 30થી વધુ આરોપીઓએ એક ઇન્સ્યોરન્સ કંપની (Insurance Company in Ahmedabad) સાથે આ પ્રકારનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સાબરકાંઠા-પાટણની હોસ્પિટલો બતાવી હતી અને કંપનીએ તપાસ કરી તો આવી કોઈ હોસ્પિટલ ન હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે ચિરાગ આહીર નામના યુવકની ધરપકડ કરાઈ છે.
ગુનામાં સામેલ આ આરોપીએ તેના અન્ય મળતિયાઓ સાથે મળીને 24 લાખની ઠગાઇ આચરી હોવાનું સામે આવતા જ નવરંગપુરા પોલીસે (Navrangpura Police ahmedabad) ગુનો નોંધ્યો અને એક આરોપીની ધરપકડ કરી. આરોપીઓ જે હોસ્પિટલો અસ્તિત્વમાં જ નથી તેવી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય તેવા બોગસ દસ્તાવેજો બનાવી 23 જણના ક્લેમ કરી ઇન્સ્યોરન્સ કંપનીમાંથી 23.89 લાખનું ફુલેકું ફેરવ્યું. પકડાયેલ આરોપી સાથે ભાવનગરના સંજય ખીમાણી, કિશોર કામલિયા, મહેસાણાનાં અમી પટેલ, અમદાવાદના નેહા કુચ્છા અને લક્ષ્મી શર્મા પણ આ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલ નહીં હોવાનું પ્રકાશમાં વીમા કંપનીમાંથી એક મહિલાએ પોલિસી લીધી હતી અને તેમણે રૂપિયા 89,634 નો ક્લેમ કર્યો હતો. જેમાં તેમણે બનાસકાંઠાના ભગવાન ગઢ ગામમાં આવેલી એક હોસ્પિટલમાં પગના સ્નાયુના ઇજાની સારવાર લીધેલાં બિલો રજૂ કર્યાં હતાં.જો કે કંપનીએ બનાસકાંઠા જઈ તપાસ કરતાં આવી કોઈ હોસ્પિટલ નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આથી મહિલાએ ક્લેમ પાછો ખેંચી લીધો હતો. આ સિવાય ચિરાગ પટેલે વીમા કંપનીમાં રૂપિયા 99,999નો ક્લેમ કર્યો હતો.
ક્લેમ મંજૂર જેમાં સાબરકાંઠામાં આવેલી એક હોસ્પિટલમાં હાથના સ્નાયુઓની સારવારના બિલો મૂક્યાં હતાં. કંપનીએ તપાસ કરી તો આ નામની હોસ્પિટલ ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી કંપનીએ અગાઉ ક્લેમ મંજૂર કરાવી ગયેલા 23 લોકોની ફાઇલો જોઈ તો તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં જે હોસ્પિટલો અસ્તિત્વમાં ન હોય તેવી હોસ્પિટલો અને તબીબોનાં નામે બિલો રજૂ કર્યા હતાં. જે બનાવને લઇને આવેલી અરજી આધારે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
બોગસ હોસ્પિટલની ફાઇલો આરોપીઓએ બે વર્ષમાં 23 વીમાધારકોના નામે વિવિધ બીમારી બતાવી બોગસ હોસ્પિટલની ફાઇલો બોગસ ડોક્ટરના નામ-સિક્કા, સારવાર લીધાંનાં ખોટા લેબ રિપોર્ટ, લેબોરેટરીનાં બિલો, મેડિકલ બિલ, હોસ્પિટલનો સારવાર ખર્ચ તથા ડિસ્ચાર્જ સમરીના બોગસ કાગળો તૈયાર કરીને વીમા કંપનીમાં રજૂ કર્યા હતા. જે ડોક્યુમેન્ટ પર આરોપીઓએ રુપિયા 23.89 લાખ મંજૂર પણ કરાવી લીધા હતા. જ્યારે કુલ 31 આરોપીઓમાંથી સંજય પટેલ એજન્ટ હોવાનું સામે આવ્યું છે અને આરોપીઓમાંથી એક આરોપી તો કોમ્પયુટરમાં જ આ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવતો હોવાનું પકડાયેલ આરોપીએ કબૂલાત કરી છે.
ઠગાઇનો આંકડો હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓ સુધીની આખી ચેઇન સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે. ત્યારે હજુ 30 આરોપીઓ પકડાયા બાદ ઠગાઇનો આંકડો વધે છે કે કૌભાંડના તાર અન્ય શહેરો સુધી પહોંચે છે તેવી શક્યતાઓ પોલીસ વ્યક્ત કરી રહી છે. આ કૌભાંડ કેટલા સમયથી આચરવામાં આવ્યું અને કંપનીના કોઇ લોકોની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ શરૂ કરાઇ છે.