ETV Bharat / state

May we help you: વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા પોલીસ બેંકો સાથે મળી લોન અપાવશે - પોલીસ બેંકો સાથે મળી લોન અપાવશે

શ્રમજીવીને વ્યાજખોરીના ચુંગાલમાંથી છૂટકારો મળે તે માટે પોલીસે અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ(યુસીડી) ડિપાર્ટમેન્ટ તેમજ બેન્કોને સાથે રાખીને આવા લોકોને બેન્કમાંથી લોન અપાવવા તજવીજ શરૂ કરી છે. ​​​​​​​તેમાં પણ ખાસ કરીને શાકભાજી, ફ્રૂટ સહિતના માર્કેટમાં જઈને પોલીસ ફેરિયાઓને લોન માટે માહિતગાર કરશે. આ યોજનાનું નામ ‘મે વી હેલ્પ યુ’ રખાયું છે.

the police will arrange loans with banks

author img

By

Published : Jan 26, 2023, 4:52 PM IST

વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા પોલીસ બેંકો સાથે મળી લોન અપાવશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ સજ્જ બની છે. તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફરી એક વખત મેઘા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં 27મી જાન્યુઆરી શુક્રવારે સવારે 10:00 વાગેથી સાંજે 4:00 વાગે સુધી ખાસ લોક દરબાર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજવામાં આવ્યું છે.

આ પણ વાંચો Surat news: સુરતમાં એક સાથે બે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

વ્યાજખોરોથી લોકોને બચાવવા નવો અભિગમ: 5 જાન્યુઆરી 2023 થી 31 જાન્યુઆરી 2023 સુધી 27 દિવસ ખાસ ડ્રાઈવનું આયોજન શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી શકાય તે માટે મેગા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકદરબારમાં ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ ચલાવતા ઇસમોથી ભોગ બનેલા તેમજ પીડિત લોકો કોઈપણ જાતની ફરિયાદ નિર્ભય અને મુક્તપણે કરી શકે તે માટે શહેર પોલીસના સાતેય ઝોનના નાયબ પોલીસ કમિશનર અને તેમની ટીમ દ્વારા ફરિયાદ સાંભળવા માટે સાત અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જે ડોમ ઝોન વાઇસ રાખવામાં આવ્યા છે, જેમાં જે તે પોલીસ સ્ટેશનની ટીમ હાજર રહેશે અને લોકોની ફરિયાદ સાંભળી સ્થળ ઉપર જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હજારોની સંખ્યામાં ફેરિયાઓ વ્યાજખોરો પાસેથી લોન લઈ રહ્યા હોવાથી તેમને ચુંગાલમાંથી છોડાવવા યોજના શરૂ કરાઈ છે.

આ પણ વાંચો Vadodara land grabbing case: 100 કરોડ સરકારી જમીન કૌભાંડ મામલે મુખ્ય આરોપી સંજયસિંહ પરમારના 2 દિવસના વધુ રિમાન્ડ મંજુર

MAY WE HELP YOU....: શહેર પોલીસે આ વખતે ખાસ અભિગમ અપનાવ્યો છે. જેમાં 'MAY WE HELP YOU....' ના સૂત્ર સાથે ખાસ ડ્રાઈવ આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેર પોલીસની સાથે અલગ અલગ બેંકોના અધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને સ્ટ્રીટ વેન્ડર અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ઓછા વ્યાજ દરે બેંકમાંથી લોન સરળતાથી કઈ રીતે મળી શકે તે માટે કામ કરશે અને આગામી 28થી 30 જાન્યુઆરી સુધી અલગ અલગ જગ્યા ઉપર પોલીસ દ્વારા આયોજન કરી જરૂરીયાત મંદ લોકોને વ્યાજ કોરો પાસેથી પૈસા લેવા ન પડે અને તેઓની જરૂરિયાત મુજબ તેઓને બેંક લોન આપે તે પ્રકારનું પહેલ અપનાવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.