ETV Bharat / state

અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડતા અટકાવતા કેસમાં નવો વળાંક,અરજદાર અને વકીલ ગુર્જર વચ્ચે થયું સમાધાન - અલ્પેશ ઠાકોર

અમદાવાદઃ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી ન લડવાની માંગ સાથે હાઈકોર્ટ રિટ દાખલ કરવામાં આવી હતી.આ કેસમાં હાઈકોર્ટે આ મુદ્દે અરજદાર પાસેથી જવાબ માંગ્યો હતો.આ કેસમાં અરજદાર અને તેમના વકીલ વચ્ચે થયેલા વિવાદ ઉકેલાઈ જતા બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે.જેથી આ મામલે શુક્રવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Oct 10, 2019, 7:35 PM IST

શનિવારે અરજદાર સુરેશ સિંગલ દ્વારા તેમના વકીલ ધર્મેશ ગુર્જર પર કરવામાં આવેલા આક્ષેપ બાદ ગુર્જરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,તેઓ અરજદારના કેસમાં વકીલ તરીકે રાજીનામું આપશે. અરજદાર સિંગલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ અને બદનકક્ષીનો દાવો કરવાની તૈયારી બતાવી હતી.જો કે, 2 દિવસ બાદ ગુરૂવારે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. વકીલ ધર્મેશ ગુર્જરના જણાવ્યા પ્રમાણે તેમના અસીલનો ફોન આવ્યો હતો અને પોતે આવેષમાં આવીને કૃત્ય કર્યું હોવાની કબુલાત કરતા બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનો દાવો કરી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરને ચુંટણી લડતા અટકાવતા કેસમાં નવો વળાંક, અરજદાર અને વકીલ ગુર્જર વચ્ચે થયું સમાધાન

અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે દાવો કર્યો હતો કે,કેટલાક અજાણ્યા લોકો દ્વારા કેસની અરજી પરત ખેંચવા,સુપ્રિમ કોર્ટમાં ન જવા અને અલ્પેશ ઠાકોરની સીડી આપી દેવા માટે રૂપિયા 11 કરોડની ઓફર કરાઈ હતી. ત્યારબાદ અરજદાર સિંગલ દ્વારા તેના વકીલ ગુર્જર પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને પૈસા પડાવવાનો આક્ષેપ કર્યો હતો.અરજદાર ગુર્જરે ખાનગી ટીવી ચેનલ પર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. હાઈકોર્ટમાં શુક્રવારે ગુર્જર તેમના અસીલ સિંગલ સ્પીકર કે, હાઈકોર્ટ સમક્ષ ચુંટણી લડી શકાય કે નહિ તે મુદ્દે જવાબ રજુ કરે તેવી સંભાવના છે.

અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યું હતું કે,જ્યારે તેઓ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે અધવચ્ચે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કામ સફળ ન થતા અજાણ્યા શખ્સોએ તેમને સુપ્રિમમાં પીટીશન ન કરવા અને અલ્પેશની ત્રણ સીડી જે અરજદાર પાસે છે તે પાછી આપી દેવા માટે રૂપિયા 11 કરોડની લાલચ આપી હતી.

Intro:(નોંઘ - બાઈટ મોજોથી મોકલી છે)

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચુંટણી ન લડવાની માંગ સાથે હાઈકોર્ટ દાખલ કરાયેલી રિટ મુદે અરજદાર અને તેમના વકીલ વચ્ચે થયેલા ડખાનો વિવાદ ઉકેલાઈ જતાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વિગતો સામે આવી છે...હવે આ મામલે શુક્રવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે...Body:શનિવારે અરજદાર સુરેશ સિંગલ દ્વારા તેમના વકીલ ધર્મેશ ગુર્જર પર કરવામાં આવેલા આક્ષેપ બાદ ગુર્જરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ અરજદારના કેસમાં વકીલ તરીકે રાજીનામું આપશે. અરજદાર સિંગલ વિરૂધ પોલીસ ફરિયાદ અને બદનકક્ષીનો દાવો કરવાની તૈયારી બતાવી હતી જોકે 2 દિવસ બાદ એટલે કે ગુરુવારે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. વકીલ ધર્મેશ ગુર્જરના જણાવ્યા પ્રમાણે તેમના અસીલનો ફોન આવ્યો હતો અને પોતે આવેષમાં આવીને કૃત્ય કર્યું હોવાની કબુલાત કરતા બંને વચ્ચે સમાધાન થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે...

 અરજદારના વકીલ ધરમેશ ગુર્જરે દાવો કર્યો હતો કે  કેટલાક અજાણીયા લોકો દ્વારા કેસની અરજી પરત ખેંચવા, સુપ્રિમ કોર્ટમાં ન જવા અને અલ્પેશ ઠાકોરની સીડી આપી દેવા મુદે 11 કરોડ રૂપિયાની ઓફર કરી કરાઈ હતી ત્યારબાદ અરજદાર સિંગલ દ્વારા તેના વકીલ ગુર્જર પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને પૈસા પડાવવાનો આક્ષેપ કર્યો હતો. અરજદાર ગુર્જરે ખાનગી ટીવી ચેનલ પર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.. હાઈકોર્ટમાં શુક્રવારે ગુર્જર તેમના અસીલ સિંગલ વતી જ્યારે કોઈ અરજી સ્પીકર કે હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હોય ત્યારે ચુંટણી લડી શકાય કે નહિ એ મુદે જવાબ રજુ કરે તેવી સંભાવના છે.

અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે અધ-વચ્ચે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને પાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમ થયું નહિ. ગુર્જરે વધુમાં જણાવ્યું કે અજાણીયા શખ્સોએ તેમને સુપ્રિમમાં પીટીશન ન કરવા અને અલ્પેશની ત્રણ સીડી જે અરજદાર પાસે છે તે પાછી આપી દે તો 11 કરોડની પ્રલોભન લાલચ આપી હતી...

આ સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એજવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી છે કે આ બન્ને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને આ ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. એટલું જ નહીં હાલમાં આ બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે. ત્યારે જ્યાં સુધી વિધાનસબાના સ્પીકર બન્નેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી.તે ઉપરાંત ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી અને ત્યારબાદ કોઇ કારણોસર તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનું પરિપત્ર કર્યું છે. જે પણ શંકા ઉપજાવતી બાબત છે.’Conclusion:‘અલ્પેશ ઠાકોર પહેલાં કોંગ્રેસ તરફથી રાધનપુરના ધારાસભ્ય હતા ધવલસિંહ ઝાલા કોંગ્રેસ તરફથી બાયડના ધારાસભ્ય હતા. તેમણે ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો ભંગ કરી ક્રોસવોટિંગ દ્વારા ભાજપને મત આપ્યો. ત્યારબાદ તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. બન્ને ધારાસભ્યો પર પક્ષાંતર ધારાની જોગવાઇઓ લાગુ કરી તેમને છ વર્ષ સુધી કોઇપણ ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે તેવી માગ કોંગ્રેસે કરી છે. તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડતા ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે અને આ બન્ને પૂર્વ ધારાસભ્યો હવે ભાજપના ઉમેદવાર છે. જો તેઓ ચૂંટણી જીતશે અને ત્યારબાદ સ્પીકર દ્વારા કોઇ નિર્ણય કરાશે તો ચૂંટણી વ્યર્થ જશે અને નાગરિકોના નાણાની બરબાદી થશે. અલ્પેશ ઠાકોર સમાજને પહેલાં એવું કહેતા હતા કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં, પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની એવું કહેવા લાગ્યા કે તેઓ સત્તામાં રહી સમાજની સેવા કરવા માગે છે. હવે તેઓ તક જોઇને ભાજપમાં જોડાયા છે. આ બન્ને ધારાસભ્યો અંગત લાભના કારણે મતદારો સાથે દગો કરી રહ્યા હોવાનો અરજદારનો આક્ષેપ છે. તેથી તેમને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.

બાઈટ - ધર્મેશ ગુર્જર, વકીલ , સુરેશ સિંગલ અરજદાર, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.