- શહેરમાં રોગચાળો ઘટ્યો હોવાનો મનપાનો દાવો
- ગત વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ ચાલુ વર્ષે કેસ ઘટ્યા
- ચાલુ મહિને કોલેરાનો એક પણ કેસ નોંધાયો નહીં
- મચ્છરજન્ય કેસોમાં ઘટ પણ પાણીજન્ય રોગચાળો યથાવત
અમદાવાદઃ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં(Mosquito epidemic) ઘટાળો નોંધાયો હોવાનો દાવો મનપાના આરોગ્ય વિભાગે(Department of Health) કર્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે આપેલા આંકડાઓ જોતા વર્ષ નવેમ્બર 2020ની સરખામણીએ નવેમ્બર 2021માં ઓછા કેસ નોંધાયા છે. જો કે હાલ મચ્છરજન્યમાં સાદા(Diseases caused by mosquitoes) મેલેરિયાના 14, ઝેરી મેલેરિયાના 1, ડેન્ગ્યુના 18 અને, ચીકનગુનીયાના 8 કેસ નોંધાયા છે.
ઝાડ ઉલ્ટી, કમળા જેવા રોગોનું પ્રમાણ નિમ્ન થતું જાય છે
માનપાએ બહાર પાડેલા આંકડાઓ મુજબ નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ શહેરમાં ઝાડ ઉલ્ટીના 57, કમળાના 23, ટાઈફોઈડના 49 કેસ નોંધાયા છે. જો કે આ આંકડાઓ પણ વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં નોંધાયેલા આંકડાઓની સરખામણીએ ઓછા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના મહિનાઓમાં નોંધાયેલા આંકડાઓ ખૂબ વધુ હતા પણ હવે કેસ ઘટવાની દિશામાં હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાણીના 202 સેમ્પલમાં ક્લોરીન નીલ મળી આવ્યું
દૂષિત પાણીની ફરિયાદ મળતા મનપાએ કુલ 76058 સેમ્પલ લીધા હતા જેમાંથી 202 સેમ્પલમાં ક્લોરીન નીલ મળી આવ્યું હતું. આ સાથે બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 8329 સેમ્પલ લીધા હતા. જેમાંથી પણ 161 સેમ્પલ અનફિટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, બેવળી ઋતુ અનુભવાતા રોગોમાં વધારો
આ પણ વાંચોઃ બનારસ હિન્દુ યુનિવર્સિટીનું સંશોધન: સંપૂર્ણ વેક્સિનેશન બાદ પણ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું છે જોખમ