હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડને જણાવ્યું કે, આ ઘટના બની તેમાં એક સર્વન્ટની ભૂલ છે અને હાલ તેમને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. હત્યાનો કેસ હતો જેમાં મિતલ જાદવના મૃતદેહને પોલીસ અને પરિવારે તપાસ કરીને લીધી હતી અને ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ સહી કરી મૃતદેહ સ્વીકાર્યો હતો.
હોસ્પિટલમાં મૃતદેહ પર ટેગ લગાવવામાં આવતા હોય છે, પરંતુ સર્વન્ટની ભૂલ છે કે તેણે ટેગમાં ગરબડ કરી. આ ઘટનાની તપાસ માટે એખ કમિટિની રચના કરવામાં આવી છે, જમાં 2 ડોક્ટર અને 3 રિસ્પોનસીબલ વ્યક્તિનો સમાવેશ થાય છે. પોસમોર્ટમ બાદ વધુ તાપસ થશે અને કમિટીના રિપોર્ટ બાદ તુરંત પગલાં લેવાશે.