- માંડલ ભાજપ ટીમે વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
- ભાજપ સુશાસનના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે ચર્ચા કરી
- 7 વર્ષમાં સરકારે જે ઉપલબ્ધીઓ હાંસલ કરી તેની વિસ્તૃતમાં છણાવટ કરી હતી
અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ દેશને કોરોના મુક્ત કરવા માટે આ લડાઈમાં માસ્ક, સેનિટાઈઝર, 2 ગજની દૂરી અને વેક્સિન શસ્ત્રો છે. આ શસ્ત્રોને દેશવાસીઓએ સાથે લઈને જ ફરવું પડશે. જો કે, જ્યારે જ્યારે રેડીયો, ટીવી પર વડાપ્રધો મોદી દેશને સંબોધન કરતાં હોય ત્યારે ગુજરાતમાં પણ મુખ્ય પ્રધાન તમામ ધારાસભ્યો અને સરપંચો સહિત તાલુકામાં પણ ભાજપની ટીમોએ આ કાર્યક્રમ ટીવી કે રેડીયો મારફતે સાંભળવો તેવું સૂચન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ મોદીની 'મન કી બાત' ની નિંદા કરી
માંડલ ભાજપની ટીમ દ્વારા આ કાર્યક્રમ નિહાડવામાં આવ્યો
આ મન કી બાત કાર્યક્રમમાં માંડલથી અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ ભીખા વાઘેલા, માંડલ ભાજપ સંગઠનના પ્રમુખ દશરથ પટેલ, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશ પટેલ, માંડલના મહામંત્રી પસા જાદવ, કૌશિક ઠાકોર, અનુ.જાતિ જિલ્લાના મોરચાના પ્રમુખ ધીરજ રાઠોડ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ ચાવડા તેમજ કાર્યકરો જોડાયા હતા.
આ પણ વાંચોઃ Mann ki Baat: દેશવાસીઓ સાથે વડાપ્રધાન મોદીનો સંવાદ કહ્યું- ચક્રવાત પ્રભાવિત રાજ્યોએ હિંમત દેખાડી