ETV Bharat / state

Ahmedabad News: નોકરીની લાલચે યુવતીને અમદાવાદ બોલાવી લગ્નની લાલચે યુવકે સંબંધ બાંધી ગર્ભવતી બનાવી, પછી તરછોડતા ફરિયાદ

author img

By

Published : Aug 8, 2023, 6:24 AM IST

અમદાવાદના વાસણા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીને નોકરીની લાલચે અમદાવાદ બોલાવી લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું અને અંતે લગ્ન ન કરી વિશ્વાસઘાત કરતા યુવતીએ પોલીસની મદદ માંગી છે.

man-called-the-girl-to-ahmedabad-for-the-lure-of-a-job-and-got-her-pregnant-with-the-lure-of-marriage-then-left-fir-registered

અમદાવાદ: નોકરીની લાલચ ક્યારેક ભારે પડી શકે છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. મુળ બિહારની યુવતી થોડા સમય પહેલા અમદાવાદમાં આવી હતી યુવતીને એક સ્પા માલિકે મેનેજર તરીકે નોકરીએ રાખી હતી. બાદમાં માલિકે આ મેનેજર યુવતીને પ્રપોઝ કરી લગ્નની લાલચ આપી સંબંધો બાંધ્યા હતા. બે વાર યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ દવાઓ આપી ગર્ભપાત કરાવ્યો હતો. આરોપીએ દુષ્કર્મ ગુજારી લગ્ન ન કરાત આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.

શું બની સમગ્ર ઘટના?: મુળ બિહારની અને હાલ પાલડીમાં રહેતી 26 વર્ષીય યુવતી વર્ષ 2017માં અમદાવાદ આવી હતી. તેની બહેનપણીએ તેને સ્પામાં મસાજનું કામ મળશે તેવી વાત કરતા તે તેની સાથે બે દિવસ રોકાઇ હતી. બાદમાં તેને અજુગતુ લાગતા તે કોઇને કહ્યા વગર પોતાના વતન જતી રહી અને તેણે ફોન બંધ કરી દીધો હતો. વર્ષ 2020માં કેરાલાના આનંધુ જે.એસ.સાજીકુમાર નામના સ્પા માલિકે યુવતીનો ફેસબુકથી સંપર્ક કરી 20 હજાર પગાર અને મેનેજરની પોસ્ટ ઓફર કરતા યુવતી પરત આવી અને પાલડી ખાતેના સ્પા સેન્ટરમાં તે નોકરીએ લાગી હતી. જ્યાં આરોપી આનંધુ અવાર નવાર યુવતીને અડપલાં કરતો હતો. એક દિવસ તેને ફરવા લઇ જઇ લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યા અને તેને ભાડાના મકાનમાં પત્નીની જેમ રાખવા લાગ્યો હતો. અનેક વાર આરોપીએ સંબંધો બાંધતા બે વાર યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ તેને ગોળીઓ આપીને ગર્ભપાત કરાવી દીધો હતો.

'આ મામલે યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.' -એમ.સી ચૌધરી, પીઆઈ, વાસણા પોલીસ સ્ટેશન

પોલીસ ફરિયાદ: એક વાર આરોપી આનંધુ વતનમાં જવાનું કહીને નીકળી ગયો અને યુવતીને ફોન કરીને લગ્ન નહિ કરે તેમ કહેતા યુવતીએ તપાસ કરી તો ઘરેથી સામાન પણ કોઇ વ્યક્તિ લઇને જતો રહ્યો હતો. થોડા વર્ષો બાદ પરત આવી આરોપીએ સમાધાન કરી ફરી સંબંધ બાંધી લગ્ન ન કરી માર મારતા આખરે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી આનંધુ જે.એસ.સાજીકુમાર સામે ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.

  1. Maharashtra Crime News: મહારાષ્ટ્રમાં વિધવા મહિલા સાથે ગેંગરેપ, પોલીસ આરોપીની શોધમાં લાગી
  2. Ahmedabad Crime: દિવ્યાંગ મહિલાની લાગણી સાથે યુવકે ખેલી લવની ગેમ, સરકારી નોકરી મળતા તરછોડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.