- લોકડાઉનની સ્થિતી સર્જાય ત્યારે તકલીફ ન પડે માટે લોકો કરી રહ્યા છે ખરીદી
- મલ્ટીપ્લેક્સના માલિકોને વધુ નૂકસાન થાય તેવી શક્યતા
- મલ્ટીપ્લેક્સ ફરી શરૂ કરવા માટે માલિકોની સરકાર પાસે માગ
અમદાવાદ : શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે મનપાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનો સમય રાતે 9 કલાકથી સવારે 6 કલાક સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ શનિવાર અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં બે દિવસ સુધી મોલ અને થિયેટર બંધ રહેશે.
આ પણ વાંચો : દીવ શનિ-રવિ પ્રવાસન સ્થળો બંધ, પ્રવાસીઓએ રજૂ કરવો પડશે કોરોના રિપોર્ટ
જેને લઈને શુક્રવારે જ લોકો ખરીદી કરવા માટે મોલમાં ઉમટી પડ્યા હતા.
શહેરમાં આવેલા ડી-માર્ટ, નેશનલ હેન્ડલૂમ અને રિલાયન્સ માર્ટ જેવા મોલમાં લોકો ખરીદી કરી રહ્યા છે. લોકોને ભય છે કે, સરકાર દ્વારા જો કોઈ નિર્ણય લેવામાં આવે તો તેમને આવનારા દિવસોમાં તકલીફ ન પડે એ માટે અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં એ માટે સિટી ટ્રાન્સપોર્ટેશન, બાગ-બગીચા અને ફરવાલાયક સ્થળો જેવી જગ્યાઓ લોકો માટે બંધ કરી દેવામાં આવી છે.
મલ્ટીપ્લેક્સ શરૂ કરવા સરકારને કરાઈ માગ
આ વિષય પર અમદાવાદના સિનેમા માલિક સાથે ઇ ટીવી ભારતની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હજી ધીરે ધીરે લોકોએ થિયેટરમાં ફિલ્મ જોવા માટે આવવાનું શરૂ કર્યું હતું અને નવી ફિલ્મો પણ આવવાની શરૂવાત થઈ છે ત્યારે આ સમયમાં શનિવાર અને રવિવારે તંત્ર દ્વારા સિનેમા બંધ કરવામાં આવતા તેમને જે એક વર્ષથી નુકસાન ભોગવવું પડી રહ્યું છે તેમાં વધારો થશે અને વધુમાં તેમણે સરકારને મલ્ટીપ્લેક્સ શરૂ કરવા માગ કરી હતી.
હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : ચાર મહાનગરોમાં શનિ-રવિ થિયેટરો બંદ રહેવાથી થિયેટર માલિકોને મોટું નુકશાન