ETV Bharat / state

Ahmedabad News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલે જામીન માટે કરી કોર્ટમાં અરજી - Patel filed an application in the court for bail

મહા ઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલે જામીન માટે મેટ્રો કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં માલીની પટેલે પોતે નિર્દોષ હોવાનો અને કિરણ પટેલે જે પણ કૌભાંડો આચર્યા છે તેમાં તેનો કોઈ પણ સાથ સહકાર ન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

malini-patel-wife-of-thug-kiran-patel-filed-an-application-in-the-court-for-bail

author img

By

Published : Apr 11, 2023, 8:15 PM IST

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની અમદાવાદમાં આવેલા બંગલોના પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. માલીની પટેલની ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ માલિની પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે માલિની પટેલે જામીન માટે મેટ્રો કોર્ટમાં અરજી કરી છે.

મહાઠગ કિરણ પટેલની પત્નીની કબૂલાત: માલીની પટેલ દ્વારા જે જામીન માટે અરજી કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહા ઠગ કિરણ પટેલે જે પણ છેતરપિંડી કરી છે તેમાં માલિની પટેલે કોઈપણ પ્રકારનો ભાગ ભજવ્યો નથી. કિરણ પટેલ દ્વારા જે પણ ગુના આચરવામાં આવ્યા છે તેમાં સીધી રીતે માલિની પટેલે કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાયેલી નથી.

બુધવારે કોર્ટમાં સુનાવણી: આ સાથે જ માલીની પટેલે એવું પણ જણાવ્યું છે કે તે સંપૂર્ણ રીતે નિર્દોષ છે. કોઈપણ પ્રકારના છેતરપિંડીના કે કૌભાંડમાં માલિની પટેલે કિરણ પટેલનો સાથ આપ્યો નથી તેવા પ્રકારનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે. પોતે કોઈપણ પ્રકારે ગુનાના આવતી નથી તેથી તેને જામીન આપવામાં આવે. માલીની પટેલ દ્વારા મેટ્રોકોટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે તેમાં આવતીકાલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Conman Kiran Patel case: મહાઠગ કિરણ પટેલના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન, મહાઠગના દસ્તાવેજ અને બેન્ક વિગતો અંગે તપાસ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ: અત્રે એ નોંધનીય છે કે મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલ સામે અમદાવાદના આવેલા એક બંગલાને છેતરપિંડી કરીને દબોચી લેવાના ગુનો નોંધવામાં આવ્યો છે. તે જ ગુના અંતર્ગત માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માલીની પટેલના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Atiq Ahmed: અતીક અહેમદને લઈ જતો કાફલો રાજસ્થાનમાં રોકાયો, વાનમાં ટેકનિકલ સમસ્યા આવતાં કરાઈ તપાસ

કોર્ટના આદેશની રાહ: માલીની પટેલની પૂછપરછ દરમિયાન માલીની પટેલના બેન્ક એકાઉન્ટની વિગતો તેમજ બીજા કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે નહીં, તેમજ કયા કયા પ્રકારના ગુના અત્યાર સુધી આચરવામાં આવ્યા છે તેવી તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ત્યારબાદ મેટ્રો કોર્ટના આદેશ પ્રમાણે હાલ અત્યારે માલિની પટેલ સ્ટડીમાં બંધ છે. આવતીકાલે મેટ્રો કોર્ટમાં માલિની પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે માલીની પટેલને જામીન મળશે કે નહીં તે કાલની કાર્યવાહી બાદ ખબર પડશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.