ETV Bharat / state

અમદાવાદમાં સદુમાતાની પોળમાં પુરુષોએ સ્ત્રીના વેશ ધારણ કરી પરંપરાગત ગરબા કર્યા - traditional Garba in Ahmedabad

અમદાવાદ: નવરાત્રી દરમિયાન વરસાદે વિરામ લેતા ગુજરાતમાં ગરબા પ્રેમી ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ માણી હતી. શાહપુર ખાતે આવેલી સદુમાતાની પોળમાં અનોખી પરંપરાથી ગરબા રમવામાં આવે છે. પુરુષો નવરાત્રીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી આસો સુદ આઠમના દિવસે નોરતામાં ગરબે ઘૂમે છે.

etv bharat
author img

By

Published : Oct 7, 2019, 3:01 PM IST

નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના શાહપુર ખાતે આવેલી સદુમાતાની પોળમાં અનોખા ગરબા જોવા મળ્યા હતા. આ ગરબાની વિશેષતાએ છે કે, આ ગરબામાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી અને ગરબે ઘૂમે છે. કોઈ પણ પુરુષે સદુમાતાની બાધા રાખી હોય કે, તેનું ફળ તેને જો પ્રાપ્ત થાય તો તે પુરુષ નવરાત્રીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી અને આસો સુદ આઠમના દિવસે ગરબે ઘૂમે છે. આવી વર્ષો જૂની પરંપરાગત માન્યતાને અનુસરીને આ વિશેષ પ્રકારના ગરબાનો આકર્ષણ સદુ માતાની પોળમાં જોવા મળ્યું હતું. વર્ષો જુની પરંપરા અનુસાર સતી માતાની અનન્ય ભક્તિ દ્વારા હજારો લોકોને ફળ પ્રાપ્ત થાય છે.

સદુમાતાની પોળમાં પુરુષોએ સ્ત્રીના વેશ ધારણ કરી પરંપરાગત ગરબા કર્યા

Intro:નવરાત્રિ દરમ્યાન વરસાદે વિરામ લેતા ગુજરાતમાં ગરબા પ્રેમી ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં ઝૂમી રહ્યા છે, તેમજ બાર મહિના નવરાત્રી ની રાહ જોતા હતા, તે નવરાત્રી માં ગરબે રમવા માં કોઈ કચાશ રાખવા માંગતા નથી.

Body:ત્યારે આજરોજ અમદાવાદ ના શાહપુર ખાતે આવેલી સદુ માતાની પોળમાં પરંપરાગત અને ટ્રેડિશનલ ગરબા જોવા મળ્યા હતા. આ ગરબા ની વિશેષતા એ છે કે આ ગરબામાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી અને ગરબે ઘૂમે છે. તેનું એક કારણ એ પણ છે કે કોઈ પણ પુરુષ સધી માતાની બાધા રાખી હોય કે તેનો ઇચ્છિત ફળ તેમને જો પ્રાપ્ત થશે તો તે પુરુષ નવરાત્રિમાં સ્ત્રીનો વેશ ધારણ કરી અને આસો સુદ આઠમના દિવસે સદૂ માતાના નોરતામાં સ્ત્રી વેશ ધારણ કરી અને ગરબે ઘૂમશે. આવી વર્ષો જૂની પરંપરાગત માન્યતા ને અનુસરીને આ વિશેષ પ્રકારના ગરબા નો આકર્ષણ અમદાવાદ ખાતે સદુ માતાની પોળમાં જોવા મળ્યું હતું. વર્ષો જુની પરંપરા અનુસાર સતી માતાની અનન્ય ભક્તિ દ્વારા હજારો લોકોને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

Conclusion:એપ્રુવલ ભરત પંચાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.