ETV Bharat / state

ચટાકેદાર ઊંધિયું ઘરે કેવી રીતે બનાવી શકાય, જાણો તેની સરળ રીત - Undhiyu recipe

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગની સાથે સાથે (Makar Sankranti 2023) ઊંધિયાની પણ મજા માણતા હોય છે. બજારમાં ઊંધિયું  અંદાજે 300 રૂપિયા કિલો આસપાસ વેચાણ થાય છે. ત્યારે ઘરે તમે ચટાકેદાર ઊંધિયું કેવી રીતે સસ્તુ, સરળને સ્વાદિષ્ટ બનાવી શકો આવો જાણીએ. (Undhiyu recipe in gujarati)

ચટાકેદાર ઊંધિયું ઘરે કેવી રીતે બનાવી શકાય સસ્તું, સરળને સ્વાદિષ્ટ, જૂઓ

author img

By

Published : Jan 11, 2023, 10:39 PM IST

Updated : Jan 13, 2023, 6:49 PM IST

ઊંધિયું બનાવવાની રેસીપી

અમદાવાદ : ભારતમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાં દશેરા દીવસે ફાફડા અને જલેબી જ્યારે ઉતરાયણના દિવસે ઊંધિયું મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે. ગુજરાતની એક અલગ જ ઓળખ ફાફડા જલેબી અને ઊંધિયાની છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો આવો જાણીએ આપણે ઘરે જ કેવી રીતે સસ્તું સારું અને સ્વાદિષ્ટ ઊંધિયું બનાવી શકાય છે.

ઊંધિયું બનાવવાની રીત વિશે વાતચીત

કઈ કઈ સામગ્રીની જરૂર પડે સૌથી પહેલા ઊંધિયું બનાવવા માટે બટાકા, રીંગણ, શક્કરિયા, રતાળુ, ફ્લાવર, કાચા કેળા, મિક્સ પાપડી, તુવેર, લીલા વટાણા, ઝીણું સમારેલું લસણ, સમારેલા લીલા મરચા, સમારેલી કોથમરી, ટમેટા, તેલ, અજમો, હિંગ, તજ, લવિંગ, સુકા લાલ મરચા, હળદર લાલ, મરચું પાવડર, ગરમ મસાલો જેવી સામગ્રી જરૂર પડે છે. જો તમે તમારા પરિવારનો 10 સભ્યનું ઊંધિયું બનાવતા હોય તો દરેક શાકભાજી 200 ગ્રામ લેવું. જ્યારે અન્ય ચીજ વસ્તુઓ સ્વાદ અનુસાર અંદર ઉમેરવી.

મુઠીયા બનાવવાની સામગ્રી ઊંધિયામાં સૌથી મહત્વની વસ્તુ મુઠીયા મુખ્ય હોય છે. જેમાં ઝીણી સમારેલી કોથમરી, એક કપ, ચણાનો લોટ એક કપ, ઘઉંનો કકરો લોટ એક કપ, આદુ મરચાં સ્વાદ અનુસાર, હિંગ અડધી ચમચી, ખાંડ એક ચમચી, બેકિંગ સોડા અડધી ચમચી, હળદર એક ચમચી,પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ અને તેલ તળવા માટે આ દરેક સામગ્રી મુઠીયા બનાવવા માટે જરૂરી છે.

ઊંધિયું બનાવવાની રીત ઉંધિયું બનાવવા માટે સૌપ્રથમ મેથી ધોઈ નિતારીને ઝીણી સમારી લેવી કોથમરી, લીલુ રોશન પણ સમારી લેવું ઊંધિયાના દરેક શાકને અલગ અલગ ક્ષમારે ધોઈ તૈયાર કરી લો. હવે મુઠીયા બનાવવા માટે એક વાસણમાં મેથી, કોથમરી, આદુ મરચાં, ખાંડ, હિંગ, બેકિંગ સોડા, હળદર, લીંબુનો રસ તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હાથ વડે મિક્સ કરી લો. હવે તેમાં ચણાનો લોટ, ઘઉંનો કકરો લોટ ચાળીને મિક્સ કરો. થોડા થોડા સમયે પાણીનો છંટકાવ કરતા જાવ અને મુઠીયા બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા મુઠીયાને મધ્યમ તાપે તળી લો.

આ પણ વાંચો Makar sankrati 2023: કાચા માલના ભાવ વધવાને કારણે પતંગોના ભાવમાં વધારો

શાકભાજી હવે બટાકા, શકરીયા રતાળાને તળી લો. મિક્સ દાણાને કુકરમાં બે સીટી વગાડીને બાફી લો. એક મોટી કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે મસાલાનો વઘારમાં મૂકો. ત્યારબાદ આદુ-મરચાની પેસ્ટ સમારેલા રીંગણ પાપડી ટામેટા ઉમેરી સાંતળો, સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો એડ કરો. થોડું તેલ છૂટું પડે એટલે શાક, બાફેલા દાણા મિક્સ કરો જરૂર મુજબ પાણી રેડીને ઢાંકીને દસ મિનિટ ચડવા દો. બધું શાક સરસ રીતે ચડી જાય એટલે તળેલા મુઠીયા અને મિક્સ કરી ગેસ બંધ કરી દો. સમારેલી કોથમરી અને લીલું લોશન ભભરાવી ગરમાગરમ ઊંધિયાની પરિવાર મજા માણો.

આ પણ વાંચો વિદેશી લોકોએ સોમનાથમાં પતંગ મહોત્સવની મજા માણીને અનુભૂતિ કરી શેર

બહાર કરતા સસ્તું ઊંધિયું ઘરે બનાવેલ ઊંધિયું તે બહાર કરતાં સસ્તું, સ્વાદિષ્ટ અને આપણને યોગ્ય લાગે તેવું બનાવી શકીએ છીએ. આપણાં પસંદગીના શાકભાજી અને મસાલો પણ અંદર એડ કરી શકીએ છીએ. જ્યારે બહારના ઉદ્યાનને ભાવની વાત કરવામાં આવે તો બહાર અંદાજે 300 રૂપિયા પ્રતિ કિલો મળે છે. જે આ ઊંધિયું આપણે ઘરે જ 150થી 200 રૂપિયામાં તૈયાર કરી શકીએ છીએ.

Last Updated : Jan 13, 2023, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.