ETV Bharat / state

Ahmedabad News : મહાઠગ કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચમાં સકંજામાં, પ્રિઝન વાનમાં જમ્મુથી અમદાવાદ આવવા રવાના

જમ્મુ કાશ્મીરમાં PMO ના ડાયરેક્ટર બનીને મહેમાનગતિ માણનાર મહા ઠગ કિરણ પટેલ અંતે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો છે. ભલભલા ગુનેગાર જે જગ્યાએ પોતાના ન કરેલા ગુનાની પણ કબુલાત કરી નાખતા હોય તેવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં કિરણ પટેલને લાવી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ મેળવી અનેક મુદ્દાઓ પર પૂછપરછ હવે હાથ ધરાશે.

mahathug-kiran-patel-will-be-brought-to-ahmedabad-crime-branch-team-reached-jammu-and-kashmir

author img

By

Published : Apr 6, 2023, 10:12 PM IST

અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર બનીને ઉચ્ચ અધિકારી તરીકેના લાભ લઈને ઠાઠ માઠ માટે સાથે ફરતો કિરણ પટેલ હવે એક ગુનેગારની જેમ ક્રાઈમ બ્રાન્ચના શકંજામાં કસાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી હતી અને હવે અંતે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને તેને અમદાવાદ લાવવા માટે જમ્મુ કાશ્મીરથી ટીમ રવાના થઈ છે. કિરણ પટેલને શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવશે અને જે બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાશે.

છેતરપીંડીની ફરિયાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શીલજ ખાતે આવેલો તેઓનો કરોડોનો બંગલો રીનોવેશનના નામે લઈને લાખો રૂપિયા ફરિયાદી પાસે લીધા બાદ તે બંગલો પોતાનો હોય તેમ બંગલાની બહાર પોતાની નેમ પ્લેટ લગાવી અને વાસ્તુ પૂજા કરી તેનું આમંત્રણ કાર્ડ છપાવી લોકોને આપી ફરિયાદીનો બંગલો પોતાનો હોવાનો દાવો કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

શું છે મામલો?: મહાઠગ કિરણ પટેલ છેલ્લા અમુક મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં આંટાફેરા કરી રહ્યો હતો અને પોતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેક્ટર જેવા ઉંચા હોદા ઉપર હોવાની ઓળખાણ આપી જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ તેમજ અલગ અલગ વેપારીઓ સાથે મીટીંગો કરી હતી. તેમજ IAS IPS અધિકારીઓ સાથે પણ બેઠકો કરીને અલગ અલગ પ્રોજેક્ટ અંગે મોટી મોટી વાતો કરી હતી. જોકે ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ જમ્મુ કાશ્મીર પોલીસને જાણ થઈ હતી કે કિરણ પટેલ કોઈપણ સરકારી કચેરી સાથે સંકળાયેલો નથી અને તે બોગસ સરકારી અધિકારી બનીને વૈભવી સુવિધાઓ મેળવી રહ્યો છે. જેથી તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને તે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ હતો.

કિરણ પટેલનું ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો છે અને તે શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચશે અને જે બાદ તેની ગુના મામલે પૂછપરછ હાથ ધરવામાં આવશે.' -ચૈતન્ય મંડલીકે, DCP, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ટ્રાન્સફર વોરંટથી ધરપકડ: રવિવારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બાય રોડ જમ્મુ કશ્મીર ખાતે કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા માટે અમદાવાદથી રવાના થઈ હતી, ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચને ટીમ જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી ગઈ છે અને ટ્રાન્સફર વોરંટની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને જમ્મુ કશ્મીરથી બાય રોડ પ્રિઝન વાનમાં કિરણ પટેલને લઈને અમદાવાદ આવવા માટે ટિમ રવાના થઈ છે.

આ મુદ્દાઓ પર કિરણ પટેલની થઈ શકે છે તપાસ:

  1. શીલજનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવા મામલે
  2. મણિનગરમાં સરકારી આઈકાર્ડ બનાવવા અંગે
  3. નરોડામાં નોંધાયેલા છેતરપીંડીના ગુના મામલે
  4. વડોદરામાં ગરબા આયોજનના નામે ઠગાઈ મામલે
  5. ઘોડાસરના મકાન માલિકને 4 વર્ષનું ભાડુ ન આપી છેતરપીંડી કરવા અંગે
  6. બાયડમાં થયેલી છેતરપીંડી મામલે

સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલાયા: આગામી દિવસોમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અન્ય ફરિયાદ પણ નોંધાઈ શકે છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે કિરણ પટેલને લાવીને કોર્ટમાં રજૂ કરી 15 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે. અને રિમાન્ડ દરમિયાન તેણે કરેલી ઠગાઈ મામલે તેણે કોની કોની મદદ લીધી, અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર માલીની પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ પૂર્ણ થતા હાલ તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવી હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.