ETV Bharat / state

Kiran Patel: મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાયો, આવતીકાલે ફરી કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી - on hunt and its brutality form of photographs

મહાઠગ કિરણ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો. જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરાયો. કિરણ પટેલ સામે PMOના ખોટા અધિકારીની ઓળખ આપ્યાનો આરોપ છે. મકાન પચાવી પાડવા અને જમીનની ઠગાઈ સંબંધિત ગુના પણ નોંધાયા છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 10, 2023, 2:56 PM IST

Updated : Aug 10, 2023, 4:44 PM IST

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડની કોર્ટમાં કોર્ટ કાર્યવાહીની પૂર્ણ થઈ છે. આવતી કાલે ફરીથી કિરણ પટેલને રિમાન્ડ માટે રજૂ કરશે. કિરણ પટેલ સામે PMOના ખોટા અધિકારીની ઓળખ આપ્યાનો આરોપ છે. મકાન પચાવી પાડવા અને જમીનની ઠગાઈ સંબંધિત ગુના પણ નોંધાયા છે.

કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ: કિરણ પટેલ 15 એપ્રિલ સુધી રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમિયાન કિરણ પટેલની પૂછપરછ થઈ હતી. કિરણ સામે અમદાવાદ, બાયડ, જમ્મુ કાશ્મીરમાં અલગ-અલગ કેસ નોંધાયેલા છે. કિરણ પટેલ કેસમાં દરેક પાસા પર તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય બે કેસ: તદ્ઉપરાંત કિરણ પટેલ પર બીજા બે કેસ ચાલી રહ્યા છે. જેમાં કિરણ પટેલ દ્વારા એક સાંસદના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ અમદાવાદની હયાત હોટેલમાં G-20 ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખ રૂપિયાની ઠગાઇનો કેસ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બે કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યા છે.

કિરણ પટેલની કામગીરી: જે બાદ વર્ષ 2021 માં પ્રહલાદનગર સંજય ટાવરમાં આવેલ બ્રાન્ડ એડ એસોસીએટ નામની સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો, જેમાં રાજકીય પાર્ટીઓની વેબસાઈટો તથા જાહેરાતો ડેવલોપિંગ માટે કામ થતું હતું. જેના માધ્યમથી રાજકીય હોદ્દેદારોની માહિતી મેળવી હતી તેમજ તેઓના કામ અને પ્રોજેક્ટની જાણકારી રાખતો હતો. જાહેર ખબરો અને પ્રચાર માધ્યમથી ગવર્મેન્ટના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી લેખકો તથા કલાકારો તેમજ આમંત્રિત મહેમાનોને પોતાની રાજકીય હોદ્દેદાર તરીકેની ઓળખ આપતો હતો. અગાઉ વર્ષ 2019 માં દિલ્હી ખાતે ચલો ઇન્ડિયાનો લોન્ચિંગ કાર્યક્રમ પણ તેણે મેનેજ કર્યો હતો, અને વર્ષ 2022માં ગવર્મેન્ટના G-20 ના લાભો મેળવવાના બહાને હોટલ હયાતમાં ઇવેન્ટનું કિરણ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

કઈ રીતે કિરણ પટેલે આચરી ઠગાઈ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મામલે વિગતવાર વાત કરીએ તો ફરિયાદી જગદીશ ચાવડા અને તેમની પત્ની ઇલાબેન ચાવડા સાથે કિરણ પટેલની ટી પોસ્ટ કેફેમાં મુલાકાત થઈ હતી. જેમાં ફરિયાદીને પોતાનો બંગલો વેચવાનો હોય કિરણ પટેલે બંગલાનું રીનોવેશન કરાવવાથી બંગલાની ઊંચી કિંમત મેળવી શકીશું અને પોતે ડિઝાઇનિંગનું કામ જાણે છે અને તેમજ રીનોવેશનનો શોખ ધરાવે છે તેવું જણાવ્યું હતું.

કેવી રીતે કરતો છેતરપિંડી: ફરિયાદી જગદીશભાઈ ચાવડાનો વિશ્વાસ કેળવી પોતે બીજા બે ત્રણ કામ કરે છે, જેનું પેમેન્ટ આવશે તો પોતે જ આ બંગલો ખરીદી લેશે તેવું તેઓ તેઓને જણાવ્યું હતું. જે બાદ કિરણ પટેલે રીનોવેશનનું કામ શરૂ કર્યું હતું અને ફરિયાદી બહારગામ જતા તેઓના બંગલામાં વાસ્તુપૂજાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ ન્યુઝ પેપરમાં ટાઇટલ ક્લિયર અંગેની જાહેર ખબર તથા રીનોવેશનના બીલો તથા ટાઈટલ ક્લિયર અંગે વિવિધ ફોટા અને વિડીયોના આધારે નામદાર દીવાની કોર્ટમાં સિવિલ સ્યુટ દાખલ કરાવી છેતરપિંડી આચરી હતી.

  1. Gujarat conman Kiran patel case: જાણો કિરણ પટેલની તપાસ ક્યાં સુધી પહોંચી?
  2. Kiran Patel Case : મેટ્રો કોર્ટે કિરણ પટેલની અરજી ફગાવતા હવે સેશન્સ કોર્ટમાં કરી નિયમિત જામીનની અરજી

Last Updated : Aug 10, 2023, 4:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.