અમદાવાદ: મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી. સમગ્ર દેશમાં શિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રીના પર્વ પૂર્વે ઉજવણીની જોરશોરથી તૈયારી ચાલી રહી છે.
મહાશિવરાત્રી પર્વ શિવભક્તો દ્વારા ધામધૂમથી અને પરંપરાગત રીતે ઉજવવામાં આવશે. જેમાં શિવરાત્રિના પર્વ નિમિત્તે ગામના ભૂદેવ નોકરી ધંધાર્થે બહાર રહે છે. તેઓ અચૂક આ પર્વની ઉજવણી કરવા માટે કોબા ગામ પધરામણી કરી ચૂકેલા છે. શિવરાત્રીના દિવસે ભૂદેવો બે ભાગમાં વહેંચાઈ જાય છે. તેમજ શિવ સેવા આરાધનાનો લાભ લે છે.
સાબરમતી નદીના કિનારે આવેલું પૌરાણીક અને પ્રાચીન કુંભેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી કરવામાં આવશે. ત્યારે પરંપરાગત રીતે અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાગત ઉજવણીથી કોબા ખાતે આવેલા કુંભેશ્વર મહાદેવ શિવ ભક્તિમય બની જશે. આસપાસના ગામોના પણ શિવરાત્રીની ઉજવણી માટે અહીંયા પધરામણી કરશે. તેમજ ભાવિક ભક્તો કુંભેશ્વર મહાદેવ ખાતે નદીના પટમાં મેળાનો પણ લાભ લેશે. જેથી આ મેળા માટે પણ નાના વેપારીઓ અત્યારથી જ મોટા પ્રમાણમાં વેપાર થવાની શક્યતાઓથી અને આશાવાદી થઈને આવી પહોંચ્યા છે.