અરબી સમુદ્રમાં 'કયાર' નામનું વાવાઝોડું ઓમાન તરફ ફંટાયા પછી અરબી સમુદ્ર પર બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સર્જાઈ છે. આ 'કયાર' નામના વાવાઝોડાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ આવ્યો હતો. હવે બીજુ 'મહા' વાવાઝોડુ આવવાની આગાહી છે. જેથી આગામી ત્રણ દિવસમાં 2 નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
'મહા' વાવાઝોડું ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 6 કલાકમાં સીવીયર સાયકલોનમાં પરિવર્તિત થશે અને 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં કરંટ રહેશે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.