ETV Bharat / state

અમદાવાદમાં માધવપુરાના PI અને D-સ્ટાફના PSI સસ્પેન્ડ

અમદાવાદના શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસની પાછળ એટલે કે આશરે 200 મીટર દૂર ચાલતાં જુગારનાં અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે ગયા શનિવારે રેડ પાડી હતી. દરિયાખાના ઘુમ્મટ પાસેથી 18 શખ્સો 2.24 લાખ મુદ્દામાલ સાથે પકડ્યા હતા. ઈન્કવાયરી દરમિયાન માધવપુરા PI એલ. ડી. બારડ અને D-સ્ટાફ PSI એ. જી. પરમારને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા હતા. જોકે શાહીબાગમાં તાજેતરમાં લિસ્ટેડ ગુનેગારને ત્યાં રેડ કરવામાં આવી પરંતુ પોલીસ વડા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

માધવપુરા PI અને D-સ્ટાફ PSI સસ્પેન્ડ
માધવપુરા PI અને D-સ્ટાફ PSI સસ્પેન્ડ
author img

By

Published : Mar 17, 2021, 4:02 PM IST

  • ફક્ત ઝોન-2ના ત્રણ પોલીસ સ્ટેશનમાં મોનિટરીંગ સેલની રેડ
  • રેડ પાડીને 18 શખ્સો સાથે 2.24 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો
  • માધવપુરા PI અને D-સ્ટાફ PSI સસ્પેન્ડ

અમદાવાદ: જિલ્લામાં માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરીની પાછળ દરિયાખાના ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઈબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. જોકે પોલીસ સ્ટેશન સહિત ક્રાઇમ બ્રાન્ચ અને PCBમાં અનેક ફરિયાદો કરી હતી, છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી નહોતી. જેમાં સૂત્રો તરફથી કહેવું છે કે ક્રાઇમ અને PCB સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા હાર્દિક બારોટ સુધી મસ્ત મોટો હપ્તો પહોંચતો હતો. જોકે આ બાબત અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાએ દારુના વેચાણનો કર્યો પર્દાફાશ

14 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કમિશ્નરના સ્કવોડ અને ખુદ ઉચ્ચ અધિકારીઓને આ પ્રવૃત્તિ ધ્યાને સ્ટેટ મોનિટરીંગ સેલે મુકી હતી,પરંતુ ત્યાં રેડ ન થતાં અનેક રહસ્યો ઉદ્દભવ્યા હતા. ગાંઘીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ તથા SRPની ટીમ સાથે મળીને તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાછળ દોડીને 18 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 1.16 લાખ રોકડા તથા 14 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આખરે બેદરકારી દાખવનારા માધવપુરાના PI બારડ અને D-સ્ટાફ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ક્યાં IPSના કહેવાથી ઝોન-2 સ્ટેટ મોનિટરીંગ સેલના ટાર્ગેટ પર...?

રાજ્યમાં કોલ્ડ વોર જાણે સપાટી પર આવી ગયો હોય તેમ હવે સ્ટેટ મોનિટરીંગ સેલ પણ ટાર્ગેટ લેતી હોવાની ચર્ચા પોલીસમાં થઈ રહી છે. અમદાવાદમાં તમામ ઝોનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું નકારી શકાય તેમ નથી, ત્યારે અમદાવાદના 7 ઝોનમાંથી ફકત ઝોન-2ના પોલીસ સ્ટેશનોના વિસ્તારને ટાર્ગેટ બનાવતો હોવાનું સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ પરથી ફલિત થાય છે. એક અધિકારીનું ખરાબ લાગે તે માટે અન્ય એક અધિકારીએ ચોક્કસ કોન્સ્ટેબલ દ્વારા કરાવ્યું હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો: વડોદરા દારૂબંધીના ગુનામાં 20 હજારનો તોડ કર્યા બાદ આરોપીને લૂંટી લેનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

અનેક જગ્યાએ દારૂ-જુગાર અને ચરસ-ગાંજાનો વેપાર ચાલી રહ્યો

જોકે ઝોન-2 વિસ્તારમાં જુગાર, દારૂ અને ગાંજો ઘરે-ઘરે વહેંચાઈ રહ્યો છે. તે વાત પણ નકારી શકાય તેમ નથી. શાહપુર વિસ્તાર દારૂ-જુગાર માટે એપિસેન્ટર હાલ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, શાહપુર પોલીસ સ્ટેશનના PI વાળાના વિસ્તારમાં અનેક જગ્યાએ દારૂ-જુગાર અને ચરસ-ગાંજાનો વેપાર ચાલી રહ્યો છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, ત્યારે ઝોન-2 DCP પણ હાથ પર હાથ ધરીને બેઠા હોય તેવો માહોલ રહેલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.